મહિલાઓની પસંદગી વિશે જાગરૂકતા ફેલાવતી ફારાહ ખાન કુંદર

24 November, 2020 06:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલાઓની પસંદગી વિશે જાગરૂકતા ફેલાવતી ફારાહ ખાન કુંદર

ફારાહ ખાન

ફારાહ ખાન કુંદરે જણાવ્યું હતું કે 43ની ઉંમરે IVF મૉમ બનીને ખુશી થઈ હતી. તે બૉલીવુડમાં આજે ખૂબ જાણીતું નામ છે. ઇન્સ્ટાગ્રામ પર ફારાહે એક ઓપન લેટર શૅર કર્યો છે. લેટરમાં લખ્યું છે કે ‘ઍક્શન કરતાં શબ્દો વધુ ધારદાર હોય છે. એક દીકરી, વાઇફ અને માતા તરીકે મેં અનેક ચૉઇસ કરી હતી જેને કારણે આજે હું કોરિયોગ્રાફર, ફિલ્મમેકર અને પ્રોડ્યુસર બની છું. મને જ્યારે એમ લાગતું કે આ યોગ્ય સમય છે ત્યારે હું મારા આત્માનું સાંભળતી હતી અને આગળ વધતી પછી એ મારી કરીઅર હોય કે પછી મારી ફૅમિલી હોય. આપણે લોકોનાં મંતવ્યોની વધુ પરવા કરીએ છીએ. એ બધામાં આપણે ભૂલી જઈએ છીએ કે આ આપણી લાઇફ છે અને એને આપણી મરજી મુજબ રહેવું જોઈએ. આજે હું મારી પસંદને કારણે ત્રણ બાળકોની માતા છું. હું ત્યારે મમ્મી બની જ્યારે મારી ઇચ્છા થઈ. ત્યારે નહીં કે સમાજ સપનું જુએ. સાયન્સની ટેક્નૉલૉજીનો આભારી છું કે યોગ્ય વયે હું કન્સીવ કરી શકી. હું મોટી વયે IVF ટેક્નૉલૉજી દ્વારા મા બની શકી છું. મને હાલમાં જ જાણ થઈ છે કે સોની ટીવી પર IVF ટેક્નૉલૉજી પર શો ‘સ્ટોરી 9 મન્થ્સ’ આવી રહ્યો છે. IVF ટેક્નૉલૉજીની મદદથી નૉર્મલ બેબી મેળવવું શક્ય છે. આપણે પાસે એ ઑપ્શન છે તો આપણે એનો કેમ ઉપયોગ ન કરવો જોઈએ? એક ફિલ્મમેકર તરીકે હું જ્યારે ટીવી પર આવા શો જોઉં છું જેમાં મહિલાઓની પસંદગીને મહત્ત્વ આપવામાં આવે ત્યારે મને ખૂબ જ ખુશી થાય છે. નૅચરલી કે પછી અન્ય કોઈ પણ રીતે મમ્મી બનનાર દરેકને હું શુભેચ્છા પાઠવું છું. હંમેશાં યાદ રાખવું કે આ મહિલાનો નિર્ણય છે.’

આ લેટર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફારાહે કૅપ્શન આપી હતી કે ‘આપણી પસંદગી આપણને બનાવે છે. 43ની વયે હું IVFથી મમ્મી બની શકી. આ કરીને હું ખુશ છું. હું દરેક મહિલા જે મમ્મી બનવાની છે તેમને માતૃત્વની શુભેચ્છા આપું છું, પછી એ કુદરતી હોય કે ટેક્નોલોજીથી. દરેક મહિલાને હું આ ઓપન લેટર લખી રહી છું. તેમને યાદ અપાવું છું કે આ તમારી મરજીની બાબત છે. શું તમે મારી સાથે છો?’

entertainment news bollywood bollywood news farah khan