09 October, 2019 07:23 PM IST | મુંબઈ ડેસ્ક
અભિનેતા ફરહાન અખ્તરની ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિન્ક આ અઠવાડિયે શુક્રવારે 11 ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ફરહાન અખ્તર ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ પ્રમોશનમાં વ્યસ્ત છે. દરમિયાન ફરહાન અખ્તરે પોતાની પત્ની અધુના ભબાની સાથે ડિવોર્સ બાબતે મૌન તોડ્યું છે. ફરહાન અને અધુનાએ વર્ષ 2000માં લગ્ન કર્યા હતા અને બન્નેએ 17 વર્ષ પછી 2017માં જુદા થવાનો નિર્ણય લીધો હતો. જ્યારે બન્ને જુદા થઈ રહ્યા હતા ત્યારે બધાને અચંબામાં મૂકી દીધા હતા. જો કે હવે ફરહાન અખ્તર પણ પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. તે મૉડલ શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યો છે. બન્ને સાથે ખૂબ જ ખુશ પણ છે.
ફરહાન અખ્તર પોતાના ડિવોર્સ સાથે જોડાયેલા સવાલોથી બચતા રહે છે. પણ ધ સ્કાઇ ઇઝ પિન્કના પ્રમોશન દરમિયાન જ્યારે ફરહાન અખ્તર પિન્કવિલા સાથે વાત કરતાં સવાલના જવાબ આપ્યો. ધ સ્કાઇ ઇઝ પિન્કમાં પણ ફરહાનનું પાત્ર પોતાની પત્ની સાથે જુદા થવાની સમસ્યામાંથી પસાર થાય છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ડિવોર્સની વાત બાળકોને જણાવવી કેટલી મુશ્કેલ હતી. ફરહાન અખ્તરે કહ્યું કે, કંઇ પણ સરળ ન હતું. જ્યારે તમે તમારા બાળકોને કંઇક એવું કહેવા જઈ રહ્યા છો, જે તેમને સાંભળવું નહીં ગમે, તો તે સરળ નથી થતું. પોતાના બાળકો સાથે પ્રમાણિક રહો. તે મૂર્ખ નથી. તે આપણને સારી રીતે સમજે છે. તેમને ખબર છે કે તેમના માતા-પિતા શું અનુભવે છે. શક્ય છે કે તે કોઇ બાબત ન સમજી શકે. પણ જો તમે તેમની સાથે પ્રમાણિક રહેશો તો તે પણ તમારી સાથે ભવિષ્યમાં પ્રમાણિક રહેશે.
આ પણ વાંચો : શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં!
ઉલ્લેખનીય છે કે જણાવીએ કે શોનાલી બોસ દ્વારા નિર્દેશિત ફિલ્મ એક લવ સ્ટોરી હશે, જેને ફરહાન અને પ્રિયંકાની દીકરી ઝાયરા વસીમ સંભળાવવાની છે. ઝાયરા વસીમ આ ફિલ્મમાં એક એવી છોકરીનું પાત્ર ભજવી રહી છે જે એક બીમારીને કારણે હવે આ દુનિયામાં નથી. તાજેતરમાં જ ટોરોંટો ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ફિલ્મ 'સ્કાઇ ઇઝ પિન્ક'નું વર્લ્ડ પ્રીમિયર રાખવામાં આવ્યું. દરમિયાન પ્રિયંકા ચોપરા સહિત ફરહાન અખ્તર અને શોનાલી બોસ પણ હાજર હતા. પોતાની ફિલ્મ જોયા પછી પ્રિયંકા ચોપરા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. આ ફિલ્મને 11 ઓક્ટોબરના રિલીઝ કરવામાં આવશે.