કપડાં વારંવાર રિપીટ કરતી હોવાનું કન્ફેસ કર્યું ફારાહ ખાને

07 November, 2020 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કપડાં વારંવાર રિપીટ કરતી હોવાનું કન્ફેસ કર્યું ફારાહ ખાને

ફારાહ ખાન

ફારાહ ખાને હાલમાં સ્વીકાર્યું છે કે તે તેનાં કપડાંને વારંવાર રિપીટ કરે છે. ફારાહ ખાને હાલમાં જ ‘ઇન્ડિયાઝ' બેસ્ટ ડાન્સર’માં એક ગ્રીન કલરનો કુરતો પહેર્યો હતો. આ કુરતો ખૂબ ટ્રેન્ડમાં આવ્યો હતો, કારણ કે એ તેણે રિપીટ કર્યો હતો આથી તેણે એ ફોટો શૅર કરીને કહ્યું કે મેં મારાં કપડાં વારંવાર રિપીટ કર્યાં છે. એટલું જ નહીં, તેણે સલમાન ખાન સાથે અગાઉ ‘બિગ બૉસ’માં જ્યારે સ્ટેજ શૅર કર્યું હતું એ સમયનો એ જ કુરતાનો ફોટોશૅર કરીને લખ્યું હતું, ‘આ જૂનો ફોટો છે. હા, હું મારાં કપડાં રિપીટ કરું છું.’

entertainment news bollywood bollywood news bollywood gossips farah khan