ફારાહ ખાન કુંદરનું ટ્વિટર હૅક, ઇન્સ્ટાગ્રામ થયું રિસ્ટોર

29 December, 2020 04:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફારાહ ખાન કુંદરનું ટ્વિટર હૅક, ઇન્સ્ટાગ્રામ થયું રિસ્ટોર

ફારાહ ખાન કુંદરનું ટ્વિટર અકાઉન્ટ હૅક થયું છે અને ઇન્સ્ટાગ્રામ પણ હૅક થયા બાદ રિસ્ટોર કરવામાં આવ્યુ છે. ઇન્સ્ટાગ્રામને રિસ્ટોર કરવામાં તેના હસબન્ડ શિરીષ કુંદરે મદદ કરી હતી. અકાઉન્ટ હૅક થયું હોવાની માહિતી ફારાહે ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. એક પોસ્ટ શૅર કરીને ફારાહે લખ્યું હતુ કે ‘મારું ટ્વિટર અકાઉન્ટ હૅક થયું છે. મહેરબાની કરીને કોઈ મેસેજ આવે તો એના પર ક્લિક કે રિપ્લાય ન આપતા, નહીં તો તમારું અકાઉન્ટ પણ હૅક થઈ શકે છે.’

આ પોસ્ટને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફારાહે કૅપ્શન આપી હતી કે ‘આ વાત સાચી છે. મારું ઇન્સ્ટાગ્રામ પણ હૅક કરવામાં આવ્યું હતું. અનેક મેસેજિસ ચાલ્યા ગયા છે. સાવધ રહેજો. મારા કમ્પ્યુટર એન્જિનિયર શિરીષ કુંદરને કારણે હું મારું ઇન્સ્ટાગ્રામ રિસ્ટોર કરી શકી છું. આશા રાખું છું કે ટ્વિટર પણ જલદી રિસ્ટોર થઈ જાય.’

entertainment news bollywood bollywood news farah khan social networking site