Grammy Awards 2002: ભારતની આ ગુજરાતી ગર્લને મળ્યો ગ્રેમી ઍવૉર્ડ, જાણો કોણ છે...

04 April, 2022 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Grammy Awards 2022: મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા અવૉર્ડથી ભારતની ફાલ્ગુની શાહને પણ નવાજવામાં આવી છે. `અ કલરફુલ વર્લ્ડ` માટે ફાલૂ શાહે ગ્રેમી ઍવૉર્ડ જીત્યો છે. જાણો કોણ છે આ ફાલ્ગુની શાહ...

ફાલ્ગુની શાહ (તસવીર સૌજન્ય ફાલ્ગુની શાહ ઇન્સ્ટાગ્રામ)

મ્યૂઝિક ઇન્ડસ્ટ્રી માટે ગ્રેમી ઍવૉર્ડ્સ સૌથી મોટી સાંજ હોય છે. આ વખતે પણ આ ઍવૉર્ડ ભારત માટે પણ ખૂબ જ ખાસ સાબિત થયા છે. લાસ વેગાસના એમજીએમ ગ્રાન્ડ ગાર્ડન એરીનામાં આ ઍવૉર્ડમાં ભારતનું નામ પણ રોશન થયું છે. ન્યૂયૉર્કમાં રહેનારી ભારતીય-અમેરિકન ગાયિકા ફાલ્ગુની શાહને `અ કલરફુલ વર્લ્ડ` માટે બેસ્ટ ચિલ્ડ્રેન મ્યૂઝિક એલ્બમ કેટેગરીમાં ગ્રેમી ઍવૉર્ડથી નવાજવામાં આવી છે. ફાલ્ગુની શાહને ગ્રેમી મળવાથી તેના ચાહકોમાં જશ્નનો માહોલ છે અને આખા દેશને તેના પર ગર્વ છે.

ફાલૂ શાહ નામથી છે જાણીતી
ફાલ્ગુની શાહને સ્ટેજ પર `ફાલૂ શાહ`ના નામથી પણ જાણીતી છે. ફાલ્ગુની શાહે ગ્રેમી ઍવૉર્ડ સાથે પોતાની ખૂબ જ સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા થેન્ક્યૂ નોટ લખી છે. ફાલૂને ગ્રેમી 2022માં બેસ્ટ ચિલ્ડ્રન મ્યૂઝિક એલ્બમ કેટગરીમાં નૉમિનેટ કરવામાં આવી હતી. તેમણે ઍવૉર્ડ જીત્યો અને પોતાની ટ્રૉફી સાથે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શૅર કરી છે.

ફાલ્ગુની શાહનું કેપ્શન
ફાલ્ગુની શાહે કૅપ્શનમાં લખ્યું, "આજના મેજિક વિશે જણાવવા માટે મારી પાસે શબ્દો નથી. ગ્રેમી પ્રીમિયર સેરેમનીની શરૂઆતમાં પ્રદર્શન કરવું કેટલા મોટા સન્માનની વાત છે. અમે આ સન્માન માટે રેકૉર્ડિંગ એકેડમીનો આભાર માનીએ છીએ." ફાલૂ શાહની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને કોમેન્ટ સેક્શનમાં દેશ-વિદેશના લોકો તેમને મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ઍવૉર્ડ માટે વધામણી આપી રહ્યા છે.

ઇન્ડિયન અને વેસ્ટર્ન બ્લેન્ડ માટે છે જાણીતી
ફાલૂ ન્યૂયૉર્કમાં રહે છે અને ક્લાસિકલ ઇન્ડિયન ધુનોની કન્ટેમ્પ્રેરી વેસ્ટર્ન સાઉન્ડ સાથે મળીને ખૂબ જ સુંદર મ્યૂઝિક પ્રેઝેન્ટ કરે છે. આ બ્લેન્ડ માટે તેમને ઓળખવામાં આવે છે. તેમણે `સ્લમડૉગ મિલિયનેર` માટે એઆર રહેમાન, `દ સિલ્ક રોડ પ્રૉજેક્ટ` માટે યો-યો મા, ફિલિપ ગ્લાસ અને વાઇક્લિફ જીન જેવા કલાકારો સાથે કામ કર્યું છે.

મુંબઈથી શરૂ કર્યું કરિઅર
ફાલૂને પહેલા પણ ચિલ્ડ્રન મ્યૂઝિક એલ્બમ કેટેગરી માટે ગ્રેમીમાં નૉમિનેટ કરવામાં આવી છે. મુંબઈ માં પોતાના કરિઅરની શરૂઆતના વર્ષો દરમિયાન ફાલૂએ જયપુર સંગીત પરંપરામાં અને કૌમુદી મંશી હેઠળ ઠુમરીની બનારસ શૈલીમાં ટ્રેનિંગ લીધી. તેમણે પ્રસિદ્ધ સારંગી/ ગાયક ઉસ્તાદ સુલ્તાન પાસેથી સંગીત શીખી.

bollywood news bollywood bollywood gossips grammy awards