Dostana-2: કરણ જોહરની ફિલ્મથી આ કલાકાર કરી રહ્યો છે ડેબ્યૂ

05 September, 2019 04:47 PM IST  |  મુંબઈ

Dostana-2: કરણ જોહરની ફિલ્મથી આ કલાકાર કરી રહ્યો છે ડેબ્યૂ

કરણ જોહરની ફિલ્મથી આ કલાકાર કરી રહ્યો છે ડેબ્યૂ

ફિલ્મ દોસ્તાના 2માં કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂર સાથે હવે લક્ષ્ય જોડાવા જઈ રહ્યા છે. ફિલ્મના ડાયરેક્ટર કરણ જોહરે આ વાતનો ખુલાસો કર્યો છે. જે બાદ ચર્ચા થઈ રહી છે કે આખરે લક્ષ્ય કોણ છે. તે કોઈ સ્ટાર કિડ છે કે શું? પણ એવું નથી, લક્ષ્ય બોલીવુડ માટે નવો ચહેરો છે. અને આ તેની પહેલી બોલીવુડ ફિલ્મ હશે.

અમે તમને જણાવીએ છે કે લક્ષ્યનું સાચું નામ લક્ષ લાલવાણી છે અને તે કોઈ પણ ફિલ્મ પરિવાર સાથે જોડાયેલા નથી. આમ તો કરણ જોહરની ફિલ્મમાં ડેબ્યૂ કરનાર એક્ટર્સ કોઈ ને કોઈ ફિલ્મી પરિવારનો સભ્ય હોય છે. જો કે, આ વખતે કરણ નવા ચહેરાને બ્રેક આપી રહ્યા છે.


લક્ષે નાની સ્ક્રીન પર એ વખતે ડેબ્યૂ કર્યું હતું જ્યારે તેઓ વર્ષ 2015માં રિઆલિટી શો રોડિસ એક્સ-2માં જોવા મળ્યા હતા. જે બાદ તે અધૂરી કહાની હમારીમાં પણ જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે રશ્મિ દેસાઈ સાથે કામ કર્યું અને અફવાઓ સામે આવી હતી કે તે લક્ષની ગર્લફ્રેન્ડ છે.

જે બાદ તે બાલાજી ટેલિફિલ્મ્સના શો પરદેશ મેં હે મેરા દિલ સાથે જોડાયા. જે બાદ તે પારસમાં પણ જોવા મળ્યા હતા. આ શો માટે તેણે ખાસ તાલિમ પણ આપવામાં આવી છે.


લક્ષ્ય સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ નથી. જો તેમની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ જોશો તો તેમણે તેની માત્ર બે જ ફોટો શેર કર્યા છે. ફોટો શેર કરતા તેણે ધર્મા પ્રોડક્શનનો આભાર માન્યો. તેણે લખ્યું, આ નવી શરૂઆત માટે હું બહુ જ એક્સાઈટેડ છું. મને ધર્મા પરિવારનો ભાગ બનાવવા માટે આભાર. દોસ્તાના 2 શરૂ કરવા માટે હું હવે વધુ રાહ નથી જોઈ શકતો.

આ પણ જુઓઃ Monal Gajjar: જાણો નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ રેવાની 'સુપ્રિયા'ને..

દોસ્તાના 2 વર્ષે 2008માં રિલીઝ થયેલી ફિલ્મ દોસ્તાનાની રિમેક છે. દોસ્તાનામાં પ્રિયંકા ચોપરા, જૉન અબ્રાહમ અને અભિષેક બચ્ચન લીડ રોલમાં હતા. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.

karan johar dostana