વૉરલૉર્ડ ડિનો

03 August, 2021 09:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારો લુક ‘ધ એમ્પાયર’માં ડરામણો અને ડેન્જરસ છે. મારા વાળ, નિશાનો અને કૉસ્ચ્યુમના કારણે હું ખૂબ જ ડેડલી દેખાઈ રહ્યો છું.

વૉરલૉર્ડ ડિનો

ડિનો મોરિયાનો ‘ધ એમ્પાયર’નો વૉરલૉર્ડનો લુક જાહેર કરવામાં આવ્યો છે. વૉરલૉર્ડ તરીકેના તેના આ લુકમાં તે બાદશાહી તો લાગી જ રહ્યો છે પણ સાથે-સાથે ડરામણોય લાગી રહ્યો છે. આ શોમાં તેની સાથે કુણાલ કપૂર પણ કામ કરી રહ્યો છે. આ વિશે વાત કરતાં ડિનોએ કહ્યું હતું કે ‘મારો લુક ‘ધ એમ્પાયર’માં ડરામણો અને ડેન્જરસ છે. મારા વાળ, નિશાનો અને કૉસ્ચ્યુમના કારણે હું ખૂબ જ ડેડલી દેખાઈ રહ્યો છું. લોકોને ડરામણો લાગશે, પરંતુ તમારે એ માટે જોવું રહ્યું. મારા પર્ફેક્ટ લુક માટે મેકઅપ અને કૉસ્ચ્યુમ ટીમે ખૂબ જ સારું કામ કર્યું છે.’

dino morea bollywood news bollywood bollywood gossips