દીપિકા પાદુકોણ અને ઐશ્વર્યા રાય બની અમુલ ગર્લ્સ !!

26 May, 2019 06:24 PM IST  | 

દીપિકા પાદુકોણ અને ઐશ્વર્યા રાય બની અમુલ ગર્લ્સ !!

અમુલ ગર્લ્સ

અમુલ ઇન્ડિયાએ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને ઐશ્વર્યા રાય બચ્ચનના કાન્સ લૂક્સને ધ્યાનમાં રાખીને તેમને ટ્રિબ્યૂટ આપતાં અમૂલ ગર્લને આ બંને એક્ટ્રેસના લૂકમાં દર્શાવી છે. અમૂલના આ પોસ્ટરમાં લખ્યું છે કે "ગોરી તેરા ગાઉન બડા ન્યારા! અમુલ દીવાઝ લવ ઇટ."

શનિવારે દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર રિશેર કરતાં લખ્યું કે આ ખરેખરે કેક પર કરાતી આઇસિંગ જેવું છે કે પછી ટોસ્ટ પર લગાડવામાં આવતાં બટર જેવું. Now this truly is the icing on the cake...or more like butter on toast!(with a cherry on top)

દીપિકા પાદુકોણે નીયોન ગ્રીન કલરનો Giambattista Valli gown સાથે લાંબી ટ્રેલ હતી જે આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં પહેર્યું હતું. આ ગાઉન સતત રફલ્સ ધરાવતું હતું, તેની સાથે દીપિકાએ ગુલાબી હેડબેન્ડ પહેર્યું હતું.

જો કે ઐશ્વર્યાએ મેટાલિક અને હ્યુડ એવા ડ્યુઅલ ટોનના ફિશ કટ ગાઉનમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં જોવા મળી હતી.

આ પણ વાંચો : પ્રેમીપંખીડા ફરહાન અખ્તર-શિબાની દાંડેકર લગ્ન માટે તૈયાર છે, જુઓ તસવીરો

ફોર્મર મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચને જે ગ્રીન ગોલ્ડ ગાઉન પહેર્યો હતો તે Jean-Louis Sabaji દ્વારા ડિઝાઇન કરાયો હતો તે પહેર્યું હતું. સ્વીટ હાર્ટ શેપ્ડ નેકલાઇન અને હાય સ્લીટ ગાઉનમાં ઐશ્વર્યા ખરેખર ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી. હેરસ્ટાઇલ તરફ જોતા તેણે સાઇડ પાર્ટ લઇને વાળ ખુલ્લા મૂક્યા હતા જે એકદમ સ્ટ્રેટ હતાં જેને કારણે તે ખૂબ જ સુંદર લાગતી હતી.

aishwarya rai bachchan deepika padukone bollywood entertaintment bollywood events bollywood news bollywood gossips