કૂલી નંબર 1ની રિમેકનું પોસ્ટર રિલીઝ, સારાની બર્થડે પર ફેન્સને ગિફ્ટ

12 August, 2019 02:50 PM IST  | 

કૂલી નંબર 1ની રિમેકનું પોસ્ટર રિલીઝ, સારાની બર્થડે પર ફેન્સને ગિફ્ટ

કૂલી નંબર 1ની ટીમે સારા અલી ખાનને તેના જન્મદિવસ પર ખાસ ગિફ્ટ આપી છે. સારા અલી ખાન અને વરૂણ ધવન સ્ટારર ફિલ્મ કૂલી નંબર 1ની રિમેકનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. 11 ઓગસ્ટે ફિલ્મનું ટીઝર પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે સારાના જન્મ દિવસે ફિલ્મ મેકર્સે કૂલી નંબર 1ની રિમેકના 2 પોસ્ટર રિલીઝ કર્યા છે. પોસ્ટરમાં વરૂણ ધવન અને સારા અલી ખાન સાથે જોવા મળી રહ્યાં છે. વરૂણ ધવને ટ્વિટર પર કૂલી નંબર 1ની રિમેક ના પોસ્ટરને શૅર કર્યું હતું. પોસ્ટર રિલીઝ કરતા વરૂણે કેપ્શન આપ્યું હતું કે, સારા તારો બર્થ-ડે આવ્યો, બર્થ-ડેના દિવસે હું તારા માટે પોસ્ટર લાવ્યો.'

કૂલી નંબર 1ની રિમેકના પહેલા પોસ્ટરમાં સારા અલી ખાન ગ્લેમરસ લાગી રહી છે જ્યારે વરૂણ ધવન કૂલીના ગેટઅપમાં જોવા મળી રહ્યો છે. વરૂણ ધવને એક ટોપી પહેરેલી છે જેની પર એક બેઝ લગાવેલો છે. આ બેઝમાં વેસ્ટર્ન રેલવે નંબર 1 લાઈસેન્સ્ડ પોર્ટર લખેલું છે. આ સિવાય બીજી પોસ્ટરમાં વરૂણ ધવન સફેદ ટોપી અને ગળમાં ગમટો નાખીને સામાન લઈ જનારી ટ્રોલી પર દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: કૂલી નંબર 1ની રીમેકમાં જોઈ લો વરુણ ધવનનો લુક

વરૂણ ધવને તેના પોસ્ટરનું મોશન પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું. મોશન પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં કૂલી નંબર 1 ફિલ્મના ફેમસ ગીત 'મે તો રસ્તે મે જા રહા થા'નું ઈન્સ્ટ્રૂમેન્ટ મ્યુઝીક વાગી રહ્યું છે. ગોવિંદા અને કરિશ્મા કપૂર સ્ટારર કૂલી નંબર 1 ફિલ્મ 1995માં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મનું ડિરેકેશન ડેવિડ ધવન કર્યું હતું. કૂલી નંબર 1ની રિમેકને પણ ડેવિડ ધવન જ કરી રહ્યાં છે. ફિલ્મમાં પરેશ રાવલ સારા અલી ખાનના પિતાની ભૂમિકામાં જોવા મળશે. વરૂણ ધવન અને સારા અલી ખાન સ્ટારર કૂલી નંબર 1ની રિમેક 2020માં રિલીઝ કરવામાં આવશે.

varun dhawan gujarati mid-day