OTT પર આવતાં જ નંબર વન બની ચુંબક

12 September, 2026 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ખિચડી’ અને ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ ટીવીના સૌથી ખાસ કૉમેડી શોમાં સામેલ છે, જેને આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. હવે આ શો આપનારા નિર્માતાઓ વધુ એક કૉમેડી ડ્રામા ‘ચુંબક’ લઈને આવ્યા છે.

OTT પર આવતાં જ નંબર વન બની ચુંબક

‘ખિચડી’ અને ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ ટીવીના સૌથી ખાસ કૉમેડી શોમાં સામેલ છે, જેને આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. હવે આ શો આપનારા નિર્માતાઓ વધુ એક કૉમેડી ડ્રામા ‘ચુંબક’ લઈને આવ્યા છે. ગુરુવારે OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ૮ એપિસોડની આ વેબ-સિરીઝ કૉમેડીથી ભરપૂર છે. આ સિરીઝને એટલી પસંદ કરવામાં આવી રહી છે કે રિલીઝ થતાં જ એણે નંબર વનનું સ્થાન મેળવી લીધું છે. ‘ચુંબક’એ રિલીઝ થતાં જ સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’, ‘ફૌદા’, ‘ઑપરેશન સફેદ સાગર’ અને ‘મુસાફિર કૅફે’ જેવી ટ્રેન્ડિંગ સિરીઝને પાછળ છોડી દીધી છે.
‘ચુંબક’માં નીના ગુપ્તા, દેવેન ભોજાણી, માનસી પારેખ, સુમિત વ્યાસ, સુમિત રાઘવન, સંદીપા ધર, અર્જુન બિજલાની, હેલી શાહ, અમાયરા દસ્તૂર, આનંદ જોશી અને અતુલ કુમાર મુખ્ય ભૂમિકામાં છે.
આ કૉમેડી શોની વાર્તા ‘ચુંબક કૉલોની’માં રહેતા પાંચ પાડોશી પરિવારોની છે, જેમનું જીવન ઊથલપાથલથી ભરેલું છે પણ ગંભીરતા માટે અહીં કોઈ જગ્યા નથી. આ કુલ ૧૬ એપિસોડની સિરીઝ છે, જેમાંથી ૮ એપિસોડ રિલીઝ કરવામાં આવ્યા છે અને દરેક એપિસોડ લગભગ અડધા કલાકનો છે.

નીના ગુપ્તા છવાઈ ગયાં

બુધવારે ‘ચુંબક’નું ભવ્ય રેડ કાર્પેટ સ્ક્રીનિંગ અને પ્રીમિયર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૉન્ફિડન્સ સાથે લાલ રંગનો ગ્લૅમરસ મિની ડ્રેસ અને બ્લુ રંગના કૂલ સનગ્લાસ પહેરીને પહોંચેલાં ૬૭ વર્ષનાં નીના ગુપ્તાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ભૂતકાળમાં આવા ડ્રેસિંગ બદલ નીનાને ઘણી વખત ટ્રોલ કરવામાં આવ્યાં છે પણ તેમના ગ્લૅમરસ લુકે ફરી એક વાર સાબિત કરી દીધું કે તેમને આવા ટ્રોલિંગની કોઈ પડી નથી અને તેઓ પોતાની મરજી પ્રમાણે જ ડ્રેસિંગ કરે છે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood neena gupta arjun bijlani