બંટી ઔર બબલી 2 રિલીઝ માટે તૈયાર

13 October, 2020 06:23 PM IST  |  Mumbai | Harsh Desai

બંટી ઔર બબલી 2 રિલીઝ માટે તૈયાર

બંટી ઔર બબલી 2 રિલીઝ માટે તૈયાર

સૈફ અલી ખાન, રાની મુખરજી, સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાઘની આગામી ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં વર્ષો બાદ સૈફ અલી ખાન અને રાની સાથે કામ કરી રહ્યાં છે. તો બીજી તરફ સિદ્ધાંત અને શર્વવરીની પણ નવી જોડી જોવા મળશે. કોરોના વાઇરસના લૉકડાઉન બાદ યશરાજ સ્ટુડિયોમાં આ ફિલ્મના ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. એ પૂરું થતાં એનું ડબિંગ ચાલી રહ્યું હતું, જે પણ હવે પૂરું થયું છે. યશરાજ ફિલ્મ્સ હવે એને થિયેટરમાં રિલીઝ કરવા માટે યોગ્ય તારીખ શોધી રહ્યા છે. આ વાતની પુષ્ટિ કરતાં ડિરેક્ટર વરુણ વી. શર્માએ કહ્યું હતું કે ‘હા, એ વાત સાચી છે કે દરેક પાત્રનું ડબિંગ પૂરું થયું છે. ‘બંટી ઔર બબલી 2’ ખૂબ જ મનોરંજક બિગ-સ્ક્રીન એન્ટરટેઇનર છે અને દર્શકોને આ ફિલ્મ દેખાડવા માટે અમે ખૂબ જ આતુર છીએ.’

entertainment news bollywood bollywood news upcoming movie saif ali khan rani mukerji siddhant chaturvedi yash raj films