જાણીતા ટીવી એન્કર લૈરી કિંગનું 87 વર્ષની ઉંમરે નિધન

23 January, 2021 07:00 PM IST  |  Los Angeles | Gujarati Mid-day Online Correspondent

જાણીતા ટીવી એન્કર લૈરી કિંગનું 87 વર્ષની ઉંમરે નિધન

લૈરી કિંગ (તસવીર સૌજન્ય: એએફપી)

નામચીન રાજનેતાઓ અને ફિલ્મી ર્સ્ટાસનું ઈન્ટરવ્યૂ લેનાર ટીવી એન્કર હોસ્ટ એન્કર લૈરી કિંગ (Larry King)નું 87 વર્ષની ઉંમરે નિધન થયું છે. લૈરી કિંગ અમેરિકાના પ્રમુખ હોસ્ટમાંથી એક હતા. કિંગને તેમના કામ માટે પીબોડી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. કિંગ દ્વારા સહ-સ્થાપિત સ્ટૂડિયો તથા નેટવર્ક 'ઓરા મીડિયા'એ ટ્વીટ કરીને તેમના નિધનના સમાચાર આપ્યા હતા.

લૈરી કિંગ દ્વારા સહ-સ્થાપિત સ્ટૂડિયો તથા નેટવર્ક 'ઓરા મીડિયા'એ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, લૈરી કિંગનું લોસ એન્જિલસના સેડાર્સ-સિનાઈ મેડિકલ સેન્ટરમાં નિધન થઈ ગયું છે. જો કે હજુ સુધી નિધનનું કારણ જણાવવામાં આવ્યું નથી. લૈરી કિંગ ઓરા મીડિયાના સહ સંસ્થાપક હતા. થોડા દિવસ પહેલા જ તે કોરોનાથી સંક્રમિત થયા હતા. સારવાર માટે તેમને લોસ એન્જિલસની સીડર્સ સિનાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, લૈરી કિંગને સીએનએનના જાણીતા શો ‘લૈરી કિંગ લાઈવ’ (Larry King Live)ને 25 વર્ષ સુધી હોસ્ટ કર્યો હતો. તે રેડિયો અને ટેલીવિઝન ઉપર 60 વર્ષ કરતા પણ વધારે સમય સુધી કાર્યરત રહ્યા. તેમણે પોતાના કરિયરમાં દલાઈ લામા, એલિઝાબેથ ટેલર, મિખાઇલ ગોર્બાચેવ, બરાક ઓબામા, બિલ ગેટ્સ તથા લેડી ગાગા સહિત ઘણા નામચીન હસ્તિઓના ઈન્ટરવ્યૂ પણ કર્યા હતા. લૈરી કિંગને સેલિબ્રિટી ઈન્ટરવ્યૂ, રાજનીતિક ચર્ચા અને હોસ્ટીંગને લઈને હંમેશા યાદ કરવામાં આવશે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીને લૈરી કિંગના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

entertainment news hollywood news