25 January, 2026 10:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉર્ડર 2ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં સર્જાઈ ઇમોશનલ ક્ષણો
૨૩ જાન્યુઆરીએ ફિલ્મ ‘બૉર્ડર 2’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ. આ દિવસે જ સની દેઓલ, વરુણ ધવન, દિલજિત દોસાંઝ અને અહાન શેટ્ટીની ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું જેમાં ફિલ્મના સ્ટાર્સ સિવાય બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. વરુણ ધવને આ સ્ક્રીનિંગ વખતે સની દેઓલને પગે લાગીને પોતાની આદરની લાગણી વ્યક્ત કરી હતી અને પછી સનીએ તેને પ્રેમથી ગળે લગાવ્યો હતો. આ ફિલ્મમાં અહાન શેટ્ટી પણ મજબૂત રોલમાં જોવા મળ્યો છે અને આ સ્ક્રીનિંગમાં અહાનને ટેકો આપવા માટે પપ્પા સુનીલ શેટ્ટી, મમ્મી માના શેટ્ટી અને બહેન-બનેવી અથિvaru યા શેટ્ટી તેમ જ કે. એલ. રાહુલ પહોંચ્યાં હતાં.