બૉલીવુડ એવી ઇન્ડસ્ટ્રી જેમાં નજરથી હટ્યા તો દિમાગમાંથી પણ દૂર થઈ જાઓ

09 February, 2021 12:25 PM IST  |  Mumbai | Agencies

બૉલીવુડ એવી ઇન્ડસ્ટ્રી જેમાં નજરથી હટ્યા તો દિમાગમાંથી પણ દૂર થઈ જાઓ

બૉલીવુડ એવી ઇન્ડસ્ટ્રી જેમાં નજરથી હટ્યા તો દિમાગમાંથી પણ દૂર થઈ જાઓ

‘મોહબ્બતેં’થી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર શમિતા શેટ્ટીનું કહેવું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો તમે નજરથી હટ્યા તો લોકોના દિમાગમાંથી પણ દૂર થઈ જાઓ છો. છેલ્લાં ૨૦ વર્ષોમાં તેણે ખૂબ ઓછી ફિલ્મો કરી છે. હાલમાં જ તેની વેબ-સિરીઝ ‘બ્લૅક વિડોઝ’ રિલીઝ થઈ છે. તેની આગામી ફિલ્મ ‘ધ ટેનન્ટ’ આ વર્ષે ૧૮ ઑગસ્ટે રિલીઝ થવાની છે. પોતાની ફિલ્મી કરીઅર વિશે શમિતાએ કહ્યું હતું કે ‘શરૂઆતથી જ મને ક્વૉન્ટિટીનું આકર્ષણ નથી રહ્યું. મારા માટે સ્ટોરી પ્રાસંગિક હોય એને જ મેં વધુ મહત્ત્વ આપ્યું છે. એથી મને નથી લાગતું કે મેં ક્વૉન્ટિટી પર વધુ ધ્યાન આપ્યું હોય. કમનસીબે અમે એવી ઇન્ડસ્ટ્રીમાં છીએ કે જ્યાં જો તમે નજરથી દૂર થયા તો લોકોનાં મગજમાંથી પણ દૂર થઈ શકો છો. મને લાગે છે કે મારી સાથે તો આવું ઘણી વખત બની ચૂક્યું છે. શરૂઆતમાં એની મને ઘણી અસર થઈ હતી, પરંતુ હવે મને એની જરા પણ પરવા નથી; કારણ કે હું કંઈકને કંઈક કામ કર્યા કરું છું. એક વ્યક્તિ તરીકે હું ખુશ હોઉં એ મારા માટે અગત્યનું છે. હું મારા સમયનો એવી વસ્તુઓમાં ઉપયોગ કરવા માગું છું કે જેના માધ્યમથી હું એક વ્યક્તિ, એક માણસ તરીકે વધુ વિકાસ પામી શકું. એની સાથે હું ખુશ છું.’

bollywood bollywood news bollywood ssips shamita shetty entertainment news