બૉક્સ-ઑફિસ પર થશે લાહોર 1947 અને આવારાપન 2ની ટક્કર?

05 April, 2026 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘આવારાપન 2’ એ ૨૦૦૭માં રિલીઝ થયેલી હિટ ફિલ્મ ‘આવારાપન’ની સીક્વલ છે અને ઇમરાન હાશ્મીના ચાહકો એને આ ઇન્ટેન્સ રોમૅન્ટિક ડ્રામામાં જોવા આતુર છે.

બૉક્સ-ઑફિસ પર થશે લાહોર 1947 અને આવારાપન 2ની ટક્કર?

‘બૉર્ડર 2’ પછી સની દેઓલના ફૅન્સ તેની ૧૩ ઑગસ્ટે રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘લાહોર 1947’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે હવે ખબર પડી છે કે બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મની ટક્કર ઇમરાન હાશ્મી અને દિશા પાટણીની ‘આવારાપન 2’ સાથે થઈ શકે છે. ‘આવારાપન 2’ પહેલાં આ મહિને રિલીઝ થવાની હતી. જોકે હવે એની રિલીઝ ટાળવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. મેકર્સે હજી સુધી નવી તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ રિપોર્ટ્‌સ મુજબ હવે આ ફિલ્મ આ વર્ષે સ્વતંત્રતાદિવસના વીક-એન્ડ દરમ્યાન થિયેટરમાં રિલીઝ થઈ શકે છે. જો આ તારીખ કન્ફર્મ થશે તો ‘આવારાપન 2’ અને ‘લાહોર 1947’ વચ્ચે સીધી ટક્કર જોવા મળી શકે છે. ‘લાહોર 1947’નું ડિરેક્શન રાજકુમાર સંતોષીએ અને નિર્માણ આમિર ખાને કર્યું છે. ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા, શબાના આઝમી, અલી ફઝલ, કરણ દેઓલ અને અભિમન્યુ સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે. ખાસ વાત એ છે કે પ્રીતિ ઝિન્ટા લાંબા સમય પછી આ ફિલ્મ દ્વારા મોટા પડદા પર વાપસી કરી રહી છે. ‘આવારાપન 2’ એ ૨૦૦૭માં રિલીઝ થયેલી હિટ ફિલ્મ ‘આવારાપન’ની સીક્વલ છે અને ઇમરાન હાશ્મીના ચાહકો એને આ ઇન્ટેન્સ રોમૅન્ટિક ડ્રામામાં જોવા આતુર છે.

lahore sunny deol emraan hashmi Disha Patani aamir khan