Bala Vs Ujda Chaman: ઉજડા ચમન પર બાલા પડ્યો ભારે, બે દિવસમાં મારી બાજી

10 November, 2019 03:25 PM IST  |  Mumbai

Bala Vs Ujda Chaman: ઉજડા ચમન પર બાલા પડ્યો ભારે, બે દિવસમાં મારી બાજી

બાલા અને ઉજડા ચમન વચ્ચે ટક્કર

એક જ કૉન્સેપ્ટ પર આવેલી બે ફિલ્મો રિલીઝ થતા પહેલા જ સામસામે આવી ગઈ હતી. પૉસ્ટર વૉરથી શરૂ થયેલી લડાઈ હવે બૉક્સ ઑફિસ વૉર સુધી પહોંચી ગઈ છે. આયુષ્માન ખુરાનાની ફિલ્મ બાલાની સામે સની સિંહની ઉજડા ચમન ઘણી જ પાછળ રહી ગઈ છે. એક અઠવાડિયા પછી રિલીઝ થઈ હોવા છતા બાલા ઉજડા ચમનને સરળતાથી પાછળ છોડી દીધી છે. ઉજડા ચમમની પહેલા અઠવાડિયાની કમાણી પાછળ છોડવા માટે બાલાને માત્ર 2 દિવસ લાગ્યા.


ઓછા બજેટ વાળી ફિલ્મ ઉજડા ચમનની શરૂઆત જ ધીમી રહી હતી. બોલીવુડ હંગામાં વેબસાઈટ અનુસાર ફિલ્મે આશા પ્રમાણે 2.35 કરોડની ઓપનિંગ લીધી હતી. ત્યાં જ ફિલ્મ આખા અઠવાડિયામાં 12 કરોડની કમાણી કરી હતી. તો બાલાએ ધમાકેદાર શરૂઆત કરી હતી, ફિલ્મ પહેલા દિવસે 10.15 કરોડની કમાણી કરી લીધી હતી. બીજા દિવસે તેણે વધુ કમાણી કરી અને 15.73 કરોડની કમાણી કરી લીધી. એવામાં ફિલ્મે કોઈ 25.88 કરોડનું કલેક્શન કરી લીધું. એવામાં આયુષ્માન ખુરાનાની ફિલ્મ ઉજડા ચમનને બે જ દિવસમાં પાછળ છોડી દીધી.

જણાવી દઈએ કે ફિલ્મની રિલીઝ પહેલા આ બંને વચ્ચે ખેંચતાણ થઈ હતી. પહેલા પોસ્ટર અને તેની બાદ રિલીઝ ડેટને લઈને બંને ફિલ્મો સામસામે આવી ગઈ હતી. જો કે, બાદમાં નક્કી થયું કે ઉજડા ચમન એક અઠવાડિયા પહેલા રિલીઝ થઈ. ઉજડા ચમન 1 નવેમ્બર રિલીઝ થઈ તો, બાલા 8 નવેમ્બરે પડદા પર ઉતરી અને  ઉજડા ચમન પર ભારે પડી ગઈ.

આ પણ જુઓઃ જુઓ અત્યારે કેવા લાગે છે ભારતને ટી-20 વર્લ્ડ જીતાડનાર ખેલાડીઓ

આયુષ્માનની આ વર્ષની ત્રીજી સૌથી મોટી ફિલ્મ છે. આ પહેલા તે ડ્રીમ ગર્લ અને આર્ટિકલ 15 જેવી હિટ ફિલ્મો આપી ચુક્યા છે. તો સની એ પહેલા દે દે પ્યાર દે અને દિલ તો બચ્ચા હૈ જીમાં કામ કરી ચુક્યા છે. તેમને સૌથી વધારે ઓળખ પ્યાર પંચનામા 2થી મળી. આ ફિલ્મમાં તેમણે કાર્તિક આર્યનના મિત્રનો રોલ નિભાવ્યો હતો. તેઓ સોનૂ કે ટીટૂ કી સ્વીટીમાં લીડ રોલમાં નજર આવ્યા હતા.

ayushmann khurrana box office