વાળ ઓછા હોય એવા પુરુષો મને કૂલ લાગે છે : યામી ગૌતમ

13 November, 2019 11:43 AM IST  |  Mumbai

વાળ ઓછા હોય એવા પુરુષો મને કૂલ લાગે છે : યામી ગૌતમ

યામી ગૌતમ

યામી ગૌતમને જેના માથામાં વાળ ના હોય એવા પુરુષો કૂલ લાગે છે. તેની હાલમાં રિલીઝ થયેલી ‘બાલા’ પણ એક એવા જ વ્યકિતની સ્ટોરી દેખાડે છે, જેનાં સમય પહેલા વાળ ખરી ગયા છે. ફિલ્મમાં એ વ્યકિતનું પાત્ર આયુષ્માન ખુરાનાએ ભજવ્યુ છે. યામીને પૂછવામાં આવ્યુ હતું કે શું તે લાઇફ પાર્ટનર તરીકે માથામાં વાળ ના હોય એવા પુરુષનો સ્વીકાર કરી શકશે? એનો જવાબ આપતા યામીએ કહ્યું હતું કે ‘શું કામ નહીં? મારા મતે જેના માથામાં વાળ ના હોય એવા પુરુષો કૂલ છે. તેઓ ખરેખર કૂલ દેખાય છે. આ જ ફિલ્મનો ઉદ્દેશ છે કે લોકો પોતાની જાતને પ્રેમ કરતા થાય. ત્યાર બાદ જ તમે અન્ય લોકો પાસે પ્રેમની અપેક્ષા રાખી શકો છો.’

આ ફિલ્મને અમર કૌશિકે ડિરેક્ટ કરી છે અને દિનેશ વિજને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં ભૂમિ પેડણેકર પણ અગત્યની ભૂમિકામાં છે. પોતાના પાત્ર વિશે જણાવતાં યામીએ કહ્યું હતું કે ‘અમર કૌશિકે મને કહ્યું હતું કે મારે પરી જેવુ પાત્ર ભજવવાનું છે ના કે યામી જેવું. અમારી આ ફિલ્મ થિયેટર્સમાં સારો બિઝનેસ કરી રહી છે એથી હું ખુશ છું, કારણ કે અમે સૌ કોઈ એ વાત જાણતા હતાં કે અમર કૌશિકે ખૂબ જ સારી ફિલ્મ બનાવી છે. જોકે બૉક્સ-ઑફિસ પર ફિલ્મને જ્યારે સારો રિસ્પોન્સ મળે તો એ ખરેખર સારી અનુભુતિ કરાવે છે. ત્રણ દિવસમાં જ ફિલ્મે ખૂબ સારો દેખાવ કર્યો છે.

આ પણ જુઓ : Happy Birthday Juhi Chawla: રૅર અને યુવાનીના ફોટોઝ પર કરો એક નજર

અમને લોકોનાં અઢળક કૉલ્સ અને મેસેજિસ આવે છે. સાથે જ લોકો થિયેટર્સની અંદર ફિલ્મ જોતા હોય એવા વિડિયોઝ પણ શૅર કરે છે. લોકો આ ફિલ્મ સાથે કનેક્ટ થઈ રહ્યા છે અને કહી રહ્યાં છે કે તેમને આ ફિલ્મ ખૂબ ફની અને એન્ટરટેઇનિંગ લાગી રહી છે. પહેલી વખત આ ફિલ્મમાં મેં અલગ રોલ ભજવ્યો છે. હું ખૂબ ખુશ છું કે મને ટીક ટૉક ક્વીન પરીનું પાત્ર ભજવવાની તક મળી છે.’

yami gautam bollywood news