Avengers Endgame: રોબર્ટ જુનિયરથી સ્કારલેટે ફિલ્મમાંથી કરી આટલી કમાણી

02 May, 2019 08:54 PM IST  | 

Avengers Endgame: રોબર્ટ જુનિયરથી સ્કારલેટે ફિલ્મમાંથી કરી આટલી કમાણી

એવેન્જર્સ એન્ડગેમના શોઝ થિયેટરમાં હજીય હાઉસફૂલ જઈ રહ્યા છે. આ ફિલ્મ ભારતમાં સૌથી ઝડપી 100 કરોડ રૂપિયાની કમાણી કરવાનો રેકોર્ડ બનાવી ચૂકી છે. મનાઈ રહ્યું છે કે આ ફિલ્મ ભારતમાં 500 કરોડ સુધીનો બિઝનેસ કરી શકે છે. દુનિયાભરમાં ફિલ્મ 8 હજાર કરોડથી વધુનો બિઝનેસ કરી ચૂકી છે.

ફક્ત ફિલ્મ જ નહીં ફિલ્મના સ્ટાર્સને પણ ફિલ્મની જબરજસ્ત કમાણીનો લાભ મળ્યો છે. રોબર્ટ ડાઉની જુનિયરથી સ્કારલેટની કમાણી આટલી રહી છે. એવેન્જર્સનો સૌથી મહત્વનો ભાગ રહેલા આયર્ન મેન એટલે કે રોબર્ટ ડાઉની જુનિયર 11 વર્ષથી વધુ સમયથી આ ફ્રેન્ચાઈઝીનો ભાગ રહ્યા છે. 2008માં રિલીઝ થયેલી આયર્નન સાથે જ હોલીવુડમાં પણ ઘણું બદલાયું છે. આ ફિલ્મ સાથે જ હોલીવુડમાં સુપરહીરોનો ક્રેઝ ફરી શરૂ થયો હતો. આ ફિલ્મ રોબર્ટની કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે.

હોલીવુડ રિપોર્ટરના અહેવાલ પ્રમામે રોબર્ટ ડાઉની જુનિયરે માર્વેલ યુનિવર્સ સાથે એક જુદી જ ડીલ સાઈન કરી હતી. જેને કારણે એવેન્જર્સની કેટલીક ફિલ્મોની શાનદાર સફળતાને કારણે રોબર્ટની કમાણી ખાસ્સી વધી છે. મળતી માહિતી પ્રમામે રોબર્ટ ડાઉની જુનિયર ગત વર્ષે બ્લોકબસ્ટર ફિલ્મ એવેન્જર્સ ઈન્ફિનીટી વૉરથી 75 મિલિયન ડોલર એટલે કે 5 અરબ 21 કરોડની કમાણી કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે 2017માં સ્પાઈડર મેન: હોમકમિંગ સ્પેશિયલ અપિરિયન્સ માટે પણ રોબર્ટને 5 મિલિયન ડોલર્સની ગજી રકમ મળી હતી. આ માટે રોબર્ટે માત્ર 3 દિવસ શૂટિંગ કરવું પડ્યું હતું.

એવેન્જર્સ એન્ડ ગેમ જે રીતે બિઝનેસ કરી રહી છે, તે જોતા રોબર્ટની ઈન્કમ પણ સતત વધી શકે છે. અત્યાર સુધી ફિલ્મ 1.2 બિલિયન કરતા વધુની કમાણી કરી ચૂકી છે. મનાઈ રહ્યું છે કે ફિલ્મ જેમ્સ કેમરુનનની ફિલ્મ અવતારનો રેકોર્ડ તોડી શકે છે.

ક્રિસ ઈવેન્સ માર્વેલ કોમિક્સ કેપ્ટન અમેરિકાની ભૂમિકા ભજવે છે. તેમણે શરૂઆતમાં માર્વેલ યુનિવર્સ સાથે 5 ફિલ્મોની ડીલ સાઈન કરી હતી, જેમાં કેમિયોથી સ્પેશિયલ અપિરિયન્સ સામેલ નહોતો. જો કે એવેન્જર્સ એન્ડગેમ પહેલા સુધી તેમણે માર્વેલ પ્રોડ્યુસર્સ સાથે પોતાની ડીલમાં ફેરબદલ કરી હતી. અને રિપોર્ટ્સ પ્રમાણે તેની ફી 15 મિલિયન ડૉલર્સથી લઈને 20 મિલિયન ડોલર્સ એટલે લગભગ 1 અરબ રૂપિયા જેટલા છે.

વર્ષ 2010માં ક્રિસ હેમ્સવર્થે 5 ફિલ્મોની ડીલ સાઈન કરી હતી. જો કે પાછા પાછલા વર્ષે રિલીઝ થયેલી એવેન્જર્સ ઈન્ફિનિટી વોર એવેન્જર્સ એન્ડગેમ માટેનો કોન્ટ્રાક્ટ ચેન્જ કરાવ્યો હતો. તે પોતાની દરેક માર્વેલ ફિલ્મ માટે 15થી 20 મિલિયન ડૉલરની ફીઝ લેતા હતા.

આ પણ વાંચોઃ જામનગરમાં ભણેલા આ યુવકના ઈશારે નાચે છે આખું બોલીવુડ, જાણો અજાણી વાતો

એવેન્જર્સ બ્લેક વિડોનો રોલ કરી રહેલા સ્કારલેટ યોહાનસેનની ફિલ્મની સેલરી કરતા વધુ માહિતી નથી મળી. જો કે રિપોર્ટ પ્રમાણે સ્કારલેટ માર્વેલની આગામી ફિલ્મ બ્લેક વિડો માટે 20 મિલિયન ડોલર્સની ફી વસુલી રહ્યા છે. આ ફિલ્મને સ્કારલેટ પોતે જ પ્રોડ્યુસ કરી રહ્યા છે.

 

entertaintment bollywood avengers avengers: age of ultron the avengers