બર્થ-ડે પાર્ટીમાં શહનાઝ ગિલ સાથેની રાઘવ જુયાલની રિલેશનશિપ થઈ કન્ફર્મ?

11 July, 2026 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ વિડિયો બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બન્નેએ પોતાના સંબંધને કન્ફર્મ કરી દીધો છે, પણ રાઘવ કે શહનાઝે પોતાના સંબંધ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

શહનાઝ ગિલ

ઍક્ટર અને ડાન્સર રાઘવ જુયાલના જન્મદિવસની પાર્ટી બાદ શહનાઝ ગિલ સાથેનો તેનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. આ દરમ્યાન રાઘવની આગામી ફિલ્મ ‘ભાઈ તેરા સ્ટાર હૈ’નું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં આર્યન ખાન સહિત ફિલ્મ અને ટેલિવિઝન જગતના અનેક જાણીતા ચહેરાઓ હાજર રહ્યા હતા પણ રાઘવ અને શહનાઝની કેમિસ્ટ્રી ઊડીને આંખે વળગતી હતી.
બર્થ-ડે પાર્ટી અને ટ્રેલર-લૉન્ચની ઇવેન્ટ પછીના ચર્ચામાં આવેલા વિડિયોમાં રાઘવ પાર્ટી પછી શહનાઝનો હાથ પકડીને તેને કાર સુધી લઈ જતો જોવા મળે છે. ત્યાર બાદ બન્ને કારમાં બેસે છે અને કારમાં પ્રવેશ કરતી વખતે શહનાઝ થોડા સમય માટે રાઘવના ખોળામાં બેસતી હોવાનું પણ વિડિયોમાં જોવા મળે છે. આ વિડિયો સામે આવ્યા બાદ બન્નેની રિલેશનશિપને લઈને ફરી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ વિડિયો બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બન્નેએ પોતાના સંબંધને કન્ફર્મ કરી દીધો છે, પણ રાઘવ કે શહનાઝે પોતાના સંબંધ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

રાઘવ જુયાલની બર્થ-ડે પાર્ટીમાં આવેલા આર્યન ખાને જીત્યાં દિલ તેને જોવા માટે ભેગી થયેલી ભીડની ધક્કામુક્કીમાં પડી ગયેલા ચાહકને તરત જ કરી મદદ

ગુરુવારે રાત્રે રાઘવ જુયાલની બર્થ-ડે પાર્ટીમાં શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન પણ પહોંચ્યો હતો. આર્યનની એન્ટ્રી સાથે જ પાર્ટીસ્થળે ચાહકોની ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી. પાર્ટી પૂરી કરીને જ્યારે આર્યન બહાર નીકળી રહ્યો હતો ત્યારે જોવા માટે ફૅન્સની ભીડે ધક્કામુક્કી શરૂ કરી દેતાં આર્યનની સામે જ તેનો ફૅન અચાનક નીચે પડી ગયો હતો. ફૅનની આ હાલત જોઈને આર્યને તરત જ પરિસ્થિતિ સંભાળી અને તેની મદદ માટે આગળ વધીને ફૅનનો હાથ પકડીને તેને ઊભો કર્યો હતો. આર્યનના વર્તને લોકોનાં દિલ જીતી લીધાં છે.

raghav juyal shehnaaz gill Shah Rukh Khan aryan khan bollywood buzz bollywood news bollywood gossips bollywood