26 June, 2023 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્શદ વારસી અને સંજય દત્ત
અર્શદ વારસીએ જણાવ્યું છે કે કદાચ ‘મુન્નાભાઈ 3’ નહીં બને. ઘણા વખતથી આ ફિલ્મની ફ્રૅન્ચાઇઝીની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકોને ‘મુન્નાભાઈ M.B.B.S.’ અને ‘ લગે રહો મુન્નાભાઈ’ ખૂબ પસંદ પડી હતી. આ ફિલ્મને રાજકુમાર હીરાણીએ બનાવી હતી. સંજય દત્ત અને અર્શદ વારસીની જોડીએ તો ધમાલ મચાવી દીધી હતી. ફિલ્મના ત્રીજા પાર્ટને લઈને અર્શદ વારસીએ કહ્યું કે ‘‘મુન્નાભાઈ 3’ કદાચ નહીં બની શકે. એ વિચિત્ર વાત છે. અમારી પાસે ડિરેક્ટર છે, પ્રોડ્યુસર છે, દર્શકો છે અને ઍક્ટર્સ પણ તૈયાર છે. આમ છતાં આ ફિલ્મ નથી બની રહી. વાત એમ છે કે રાજકુમાર હીરાણી પર્ફેક્શનિસ્ટ છે. તેમની પાસે ૩ સ્ક્રિપ્ટ છે, જે શાનદાર છે, પરંતુ કાંઈક તો ખામી લાગી રહી છે. એથી તેમને જ્યારે સોથી બસો ટકા ખાતરી નહીં થાય તેઓ એને શરૂ નહીં કરે. એમાંથી જ્યારે સ્ક્રિપ્ટ પાર પડી જશે તો એની શરૂઆત કરવામાં આવશે.’