સપરિવાર સરદાર કા ગ્રૅન્ડ સન જોવાની અપીલ કરી અર્જુન કપૂરે

01 March, 2021 01:37 PM IST  |  Mumbai | Mumbai correspondent

સપરિવાર સરદાર કા ગ્રૅન્ડ સન જોવાની અપીલ કરી અર્જુન કપૂરે

સપરિવાર સરદાર કા ગ્રૅન્ડ સન જોવાની અપીલ કરી અર્જુન કપૂરે

અર્જુન કપૂરે લોકોને અપીલ કરી છે કે તેઓ ફૅમિલી સાથે બેસીને તેની આવનારી ફિલ્મ ‘સરદાર કા ગ્રૅન્ડ સન’ જુએ. આ ફિલ્મમાં તેની સાથે રકુલ પ્રીત સિંહ અને નીના ગુપ્તા પણ જોવા મળશે. આ ફિલ્મની રિલીઝની તારીખ હજી સુધી જાહેર નથી કરવામાં આવી. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર આ ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મને ગૂષણ કુમાર, જૉન એબ્રાહમ અને નિખિલ અડવાણીએ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની સ્ટોરી ક્રૉસ-બૉર્ડર પર આધારિત છે. ફિલ્મની એક ઝલકને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્જુન કપૂરે કૅપ્શન આપી હતી કે ‘તમારા પેરન્ટ્સ અને ગ્રૅન્ડ પેરન્ટ્સને લઈને આ ફિલ્મ જોવા આવજો. ‘સરદાર કા ગ્રૅન્ડ સન’ જલદી જ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.’

bollywood bollywood news bollywood ssips arjun kapoor