25 April, 2021 06:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અરિજીત સિંહ (ફાઇલ ફોટો)
અરિજીત સિંહનો આજે જન્મદિવસ છે. તે 34 વર્ષના થઈ ગયા છે. અરિજીત સિંહે કેટલીય ફિલ્મોમાં શાનદાર ગીતો ગાયા છે. જો કે તેમનું જીવન અનેક પડકારોથી ભરેલું રહ્યું. એકવાર અરિજીત સિંહ સલમાન ખાન સાથે લડી પડ્યા હતા. મીડિયામાં આવતી ચર્ચાઓ પ્રમાણે સલમાન ખાન નારાજ થઈ ગયા હતા અને તેમણે અરિજીત સિંહનું કરિઅર ખતમ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
હકીકેત અરિજીત સિંહને જ્યારે પણ એવૉર્ડ મળતો હતો, તે સ્લીપર અને કૅઝ્યુઅલ શર્ટ પહેરીને લેવા પહોંચી જતા હતા. એકવાર તેને સલમાનને હાથે એવૉર્ડ મળવાનો હતો અને અરિજીત સિંહ સલમાન ખાનની સામે પણ ચપ્પલ અને કૅઝ્યુઅલ શર્ટ પહેરીને સ્ટેજ પર પહોંચ્યો. સલમાન ખાનને અરિજીતનો આ અંદાજ પસંદ આવ્યો નહોતો અને તેણે તેને પૂછી લીધું, "શું તમે સૂઇ રહ્યા હતા?" આ અંગે અરિજીતે જવાબ આપતા કહ્યું કે, "તમારે કારણે હું સૂઇ ગયો હતો." જેવું અરિજીતે પોતાની વાત કરી, સલમાન ખાનનો ઇગો હર્ટ થઈ ગયો અને તેને ખરાબ લાગ્યું. અરિજીત સિંહે આ માટે સલમાન ખાનની પછીથી માફી પણ માગવી પડી હતી.
કહેવામાં આવે છે કે આ ઘટના બાદ અરિજીત સિંહને ઓછા ગીતો મળવા લાગ્યા. જો કે, તેમ છતાં અરિજીત સિંહ આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જળવાયેલા છે અને સતત તેમણે એક પછી એક અનેક સુપરહિટ ગીતો આપ્યા છે. અરિજીત સિંહની ફેન ફૉલોઇંગ પણ વધારે છે. તેમનું પહેલું ગીત વર્ષ 2011માં આવ્યું હતું. આ ફિલ્મ મર્ડર 2નું ગીત હતું. ગીતના શબ્દો, "ફિર મહોબ્બત કરને ચલા હૈ તૂ" હતા. આ ગીતે અરિજીત સિંહને સ્ટાર બનાવી દીધો હતો.
2005માં અરિજીત સિંહ એક મ્યૂઝિટ રિયાલિટી શૉમાં પણ જોવા મળ્યો હતો. શૉમાં શંકર મહાદેવનની નજર તેના પર પડી. અરિજીત સિંહ ટૉપ 5માં પહોંચ્યા બાદ શૉમાંથી બહાર થઈ ગયા હતા. જો કે, શંકર મહાદેવન તેની સાથે કામ કરતા રહ્યા અને આજે અરિજીત સિંહ સંગીત જગતમાં ખૂબ જાણીતો અને પ્રિય નામ છે.