08 March, 2019 10:52 AM IST |
વિરૂષ્કા
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ વર્ષ 2017 ડિસેમ્બરમાં ગુપ્ત લગ્ન કર્યા હતા મીડિયાના કાને આ સમાચાર આવ્યા નહોતા અને બન્ને એ ઈટાલી જઈને લગ્ન કર્યા હતા. બાદ બન્ને હંમેશા એકબીજા સાથે ફરતા નજર આવે છે અને એમની ઘણી તસવીરો પણ સામે આવી છે.
ખાસ કરીને અનુષ્કા પોતાના પર્સનલ જીવન વિશે વાત નથી કરતી. પરંતુ તાજેતરમાં અનુષ્કાએ ફેશન મેગેઝિનને આપેલી મુલાકાતમાં ઘણાં રહસ્યો ખોલ્યા છે. તે પોતાના લગ્ન વિશે વાતચીત કરતા કહે છે કે તે હંમેશા ઈચ્છતી હતી કે પોતાના લગ્ન વિશે કોઈપણ ચર્ચા નહીં કરે. અનુષ્કાએ સિક્રેટ ખોલ્યું છે કે તે પોતાના લગ્ન દરમિયાન પોતાના લગ્ન વિષે કોઈ સમાચાર બહાર આવવા નહીં દે, એના માટે અનુષ્કાએ ઘણી વાર ફેક નામનો ઉપયોગ કર્યો હતો.
અનુષ્કા બતાવ્યું કે લગ્નની તૈયારીઓ કરતા સમયે બન્ને એ ફેક નામનો ઉપયોગ કર્યો હતો, જેથી ક્યાંથી પણ આ સમાચાર લીક નહીં થાય. અનુષ્કાનું કહેવું છે કે એણે વિરાટનું નામ રાહુલ રાખ્યું હતુ. એમના લગ્નમાં ફક્ત 24 લોકો હાજર હતા. અનુષ્કાનું કહેવું છે કે તે હંમેશા ઈચ્છતી હતી કે તેમના લગ્ન કોઈપણ સેલિબ્રિટીના લગ્ન જેમ નહીં કરે. આ કારણથી બન્નેએ ગુપ્ત લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો : ટ્રોલિંગને મહત્વ આપતાં એનું પ્રેશર એન્ટરટેઇનર પર આવે છે : પ્રિયંકા
હાલમાં બન્ને પોતાના જીવનમાં ઘણા ખુસ છે. અનુષ્કાએ પોતે આ વાત સ્વીકારી લીધી છે કે વિરાટ કોહલી એના કામમાં દખલ નથી દેતો અને ના અનુષ્કા એના કામમાં દખલ કરે છે. સાથે જ અનુષ્કા કામ લઈને ઘરે નથી જતી.