25 January, 2026 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાની મુખરજી અને અનુષ્કા શર્મા
ત્રીસમી જાન્યુઆરીએ રાની મુખરજીને લીડ રોલમાં ચમકાવતી ‘મર્દાની 3’ રિલીઝ થવાની છે ત્યારે અનુષ્કા શર્માએ સોશ્યલ મીડિયા પર રાનીની આ ફિલ્મ માટે ઉત્સુકતા વ્યક્ત કરીને જણાવ્યું છે કે તે આ ફિલ્મ જોવા માટે તલપાપડ છે.
અનુષ્કા શર્માએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ફિલ્મનું ટ્રેલર શૅર કરીને લખ્યું છે, ‘અભિનંદન રાની, મેં હંમેશાં તમારા કામ અને તમે જે કંઈ કરો તેમાં જોવા મળતા તમારા ગ્રેસની પ્રશંસા કરી છે. તમારા આગળના પ્રોજેક્ટમાં શું છે એ જોવા માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું. હું તમારી ફૅન છું.’