એક આઘેડ વયની વ્યક્તિએ કર્યું મારું યૌન શોષણ- અનુરાગ કશ્યપની દીકરી આલિયા

27 February, 2021 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

એક આઘેડ વયની વ્યક્તિએ કર્યું મારું યૌન શોષણ- અનુરાગ કશ્યપની દીકરી આલિયા

તસવીર સૌજન્ય મિડ-ડે

બૉલીવુડના જાણીતા ફિલ્મમેકર અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપને છેલ્લા કેટલાક દિવસોમાં ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી. તેના પછી આલિયા કશ્યપે એક પોસ્ટ લખીને પોતાની પ્રતિક્રિયા આપી છે. પોસ્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં મહિલાઓને બાળપણથી જ આ પ્રકારની અશ્લીલતાનો સામનો કરવો પડે છે. હકીકતે, આલિયાએ સોશિયલ મીડિયા પર બિકીનીમાં પોતાની તસવીરો શૅર કરી હતી, જેના પછી તે ટ્રોલ્સનો સામનો કરી રહી હતી. કેટલાય ટ્રોલર્સે તેને રેપની ધમકી સુદ્ધા આપી દીધી હતી. આલિયા કશ્યપે પોતાની આ પોસ્ટમાં પોતાની સાથે થયેલા આ યૌન ઉત્પીડન વિશેનો ખુલાસો પણ કર્યો છે.

આલિયા કશ્યપે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી છે જેમાં લખ્યું છે કે, "છેલ્લા કેટલાક અઠવાડિયા મારી મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા. જ્યારે મેં લૉન્જરીમાં મારી તસવીરો શૅર કરી, મારા પર બિભત્સ અને અપમાનજનક કોમેન્ટ કરવામાં આવી રહી છે. મેં આ પહેલા આટલો ભય ક્યારેય અનુભવ્યો નથી. મેં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કરવા વિશે પણ વિચાર્યું. મેં આ શોષણને ઇગ્નોર કરવાનો પણ પ્રયત્ન કર્યો, પણ હકીકત એ છે કે આ બાબતે બોલવાની જરૂર છે કારણકે આ પ્રકારના કોમેન્ટ્સ જ રેપ કલ્ચરને પ્રોત્સાહન આપે છે, જે દેશની દરેક મહિલાને પ્રભાવિત કરે છે."

આગળ આલિયાએ કહ્યું કે દુષ્કર્મ પીડિયા અને યૌન ઉત્પી઼નની શિકાર મહિલાઓ માટે કેન્ડલ માર્ચ કાઢે છે લોકો, પણ જ્યારે તે મહિલા જીવે છે ત્યારે તેને કોઇ જ પ્રોટેક્ટ કરતું નથી. હકીકત તો એ છે કે ભારતમાં મગિલાઓ પોતાના આખા જીવનકાળ દરમિયાન યૌન શોષણનો સામનો કરતાં જ મોટી થાય છે. હું એવી જ કોમેન્ટ્સ સાંભળતા મોટી થઈ છું, એટલું જ નહીં જ્યારે હું ખૂબ જ નાની હતી ત્યારે એક આઘેડ વયના પુરુષે મારું યૌન શોષણ કર્યું હતું.

તેણે આગળ લખ્યું કે, "આ દોગલું માપદંડ છે જે લોકોએ મને પ્રતાડિત કરી તેમાં મહિલાઓ પણ સામેલ છે. આ બધા પાખંડી છે. એવા લોકો નૈતિક વિચાર ધરાવતા હોવાનો દેખાવ કરે છે જ્યારે હકીકત એ છે કે આવા લોકો જ રેપ કલ્ચરને પ્રૉત્સાહન આપે છે."

bollywood bollywood news bollywood ssips anurag kashyap