અનુપમ ખેરે PM મોદીને આપી પોતાની આત્મકથા, PMએ આપ્યો આ જવાબ

14 August, 2019 11:27 AM IST  |  મુંબઈ

અનુપમ ખેરે PM મોદીને આપી પોતાની આત્મકથા, PMએ આપ્યો આ જવાબ

અનુપમ ખેરે PM મોદીને આપી પોતાની આત્મકથા

બોલીવુડના સૌથી ચર્ચિત નામોમાંથી એક અનુપમ ખેરે વડાપ્રધાન મોદીને પોતાની આત્મકથા ભેટ આપી છે. અનુપમ ખેરે પોતાની આત્મકથા લખી છે. જેનું નામ છે લેસન્સ લાઈફ ટૉટમ મી, અનનોવિંગલી. વડાપ્રધાન મોદીને બુક ભેટ આપ્યા બાદ અનુપમ ખેરે મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અને વડાપ્રધાન મોદીએ રિપ્લાઈ કરતા બુક માટે શુભકામના પણ આપી.

બુક આપ્યા બાદ અનુપમ ખેરે ટ્વિટર પર લખ્યું, 'પ્રિય માનનીય વડાપ્રધાન સાથે મારી આત્મકથા શેર કરતા ખુશી થઈ. તમે દેશ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માટે અમને પ્રેરિત કરો છે. તમારી પાસેથી જે શીખ્યું છે, તેના માટે આભાર. જય હો અને જય હિંદ.'


વડાપ્રધાન મોદીએ ટ્વીટનો જવાબ આપ્યો અને લખ્યું કે, 'જાણતા અજાણતામાં આપણે એકબીજા પાસેથી ઘણું શીખીએ છે. પોતાના શિક્ષિત કરવાની પ્રક્રિયા ક્યારેય નથી રોકાતી. આપણે તમામ નવા પાસાઓ શોધતા રહીએ છે. પુસ્તક માટે શુભકામના. આશા છેકે તમારા અનુભવો વિશે વાંચવાનો લોકો આનંદ લેશે.'

પીએમ મોદીના જવાબ બાદ અનુપમ ખેરે લખ્યું કે, 'તમારી શુભકામનાઓ માટે આભાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી. હું સન્માનિત અનુભવી રહ્યો છું.' જણાવી દઈએ કે  પોતાના કરિયરમાં 500 ફિલ્મો કરી ચુકેલા પદ્મ ભૂષણથી સન્માનિત અભિનેતા અનુપર ખેરે 9 ઑગસ્ટે પોતાની બુકનું વિમોચન કર્યું હતું. જેના વિમોચનમાં હાલમાં જ ન્યૂયૉર્કમાં ઋષિ કપૂર અને નીતૂ કપૂર પહોંચ્યા હતા.


અનુપમ ખેરની આત્મકથામાં તેમની નિષ્ફળતા, તેમને નકારવામાં આવ્યા હોવાથી લઈને તેમને પોતાના જીવનથી મળેલા સબકનો ઉલ્લેખ છે. ખેરની આત્મકથા 'લેસંસ લાઈફ ટૉટ મી, અનનોવિંગલી' નું શુક્રવારે ન્યૂયૉર્કમાં ભારતના મહાવાણિજ્ય દૂતાવાસમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં વિમોચન થયું, જેમાં જાણીતા અભિનેતાના નજીકના મિત્રોએ અને સહયોગીઓએ ભાગ લીધો.

આ પણ જુઓઃ જુઓ કેઝ્યુઅલ અને કૂલ અવતારમાં રાધિકા મર્ચન્ટના ફોટોસ

anupam kher narendra modi