27 February, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર
જાણીતા ઍક્ટર અનુપમ ખેર પોતાનો સ્પષ્ટ મત વ્યક્ત કરવા માટે જાણીતા છે. હાલમાં અનુપમને જ્યારે સોશ્યલ મીડિયામાં એક સેશન દરમ્યાન ફૅને સવાલ કર્યો કે ‘શું તમે ફુલટાઇમ પૉલિટિક્સ જૉઇન કરવા માગો છો? તમે મોદી સરકાર માટે ઍસેટ સાબિત થશો. તમે કલ્ચર મિનિસ્ટ્રીનો હિસ્સો બની શકો છો. મને ખાતરી છે કે તમે ત્યાં બહુ સારું કામ કરશો.’ આ સવાલનો સ્પષ્ટ જવાબ આપતાં અનુપમ ખેરે કહ્યું કે ‘તમારાં સૂચન અને વખાણ બદલ આભાર, પણ દેશની ઍસેટ બનવા માટે મારે સક્રિય રાજકારણમાં આવવાની જરૂર નથી. આના માટે તમે એક સારા નાગરિક બનો એ પૂરતું છે. જય હિન્દ’