09 May, 2021 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર અને કિરણ ખેર
અનુપમ ખેરે તેમનાં વાઇફ કિરણ ખેરના અવસાનના સમાચારને અફવા ગણાવી છે. કિરણ ખેર કૅન્સરની સારવાર લઈ રહ્યાં છે એટલે લોકોને લાગ્યું કે કિરણ ખેરનું અવસાન થયું છે. કિરણ ખેર બીજેપીનાં સંસદસભ્ય છે. તેમના વિશે ફેલાયેલી ચર્ચા પર વિરામ મૂકતાં અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે ‘કિરણની હેલ્થને લઈને અફવા ફેલાઈ રહી છે. આ બધું ખોટું છે. તે એકદમ સ્વસ્થ છે. તેણે આજે બપોરે વૅક્સિનનો બીજો ડોઝ લઈ લીધો છે. હું લોકોને વિનંતી કરવા માગું છું કે આવા નેગેટિવ સમાચાર ન ફેલાવે. થૅન્ક્સ. સલામત રહો.’