ઘરના કામમાં ઝીરો છે અનન્યા પાન્ડે

31 December, 2020 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘરના કામમાં ઝીરો છે અનન્યા પાન્ડે

અનન્યા પાન્ડે

અનન્યા પાન્ડેને ઘરનાં કામ કરવાની મનાઈ છે. લૉકડાઉનમાં તો ઘરે બેસીને સેલિબ્રિટીઝે ઘરનાં તમામ કામો કર્યાં હતાં. જાતે જ તેઓ વિવિધ રેસિપીઝ બનાવતા હતા‍, ઘરમાં સાફસફાઈ કરતા અને વાસણો પણ ધોતા હતા. જોકે અનન્યાને ઘરનાં કામ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એ વિશે વિસ્તારમાં જણાવતાં અનન્યાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે ઘરનાં કામ કરવાનો મારા પર પ્રતિબંધ લાગી ગયો છે. મને નથી લાગતું કે જો હું કામ કરું તો ઘરના લોકોને એ પસંદ પડે, કારણ કે હું સારું કામ નથી કરતી. મેં થોડીઘણી વસ્તુઓ કરી હતી. ઉદાહરણ તરીકે મારી બહેનને રસોઈમાં મદદ કરતી હતી. જોકે તે મને કામ નહોતી કરવા દેતી. હું મારાં કપડાંને વ્યવસ્થિત ગોઠવતી હતી. હું મારી રૂમને પણ સ્વચ્છ અને સુઘડ રાખતી હતી. એ પણ અગત્યનું છે. મેં મારી બહેન સાથે મળીને ક્રિસમસ ટ્રી ડેકોરેટ કર્યું હતું. મારી ફૅમિલી સાથે સમય પસાર કરવાની મને તક મળી. મેં ઘણીબધી ફિલ્મો જોઈ હતી અને કેટલાંક કામ પણ કર્યાં હતાં.’

entertainment news bollywood bollywood news bollywood gossips Ananya Panday