અમિતાભ બચ્ચન હવે લેશે બદલો, કાલે રહસ્ય પરથી ઉઠશે પડદો

11 February, 2019 05:24 PM IST  | 

અમિતાભ બચ્ચન હવે લેશે બદલો, કાલે રહસ્ય પરથી ઉઠશે પડદો

અમિતાભ બચ્ચનનો બદલા ફિલ્મનો ફર્સ્ટ લુક

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન મહોબ્બતે, ભૂતનાથ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. જો કે છેલ્લા 10 વર્ષથી બંનેની સાથે ફિલ્મ બનતી આવી. જો કે ફરી એકવાર કિંગ ખાન અને બિગ બી એક ફિલ્મમાં સાથે જોડાયા છે. જો કે આ વખતે આ બંને સુપરસ્ટાર સ્ક્રીન પર સાથે નહીં દેખાય. શાહરુખ ખાને અમિતાભ બચ્ચનની અપકમિંગ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું નામ છે 'બદલા'. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર થઈ ચૂક્યો છે.

તાપસી પન્નૂ

'બદલા'નું ટ્રેલર આવતીકાલે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ બદલા આ વર્ષે આઠ માર્ચે રિલીઝ થવાની છે. શાહરુખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે અજુર એન્ટરટેઈનમેન્ટ સાથે મળીને ફિલ્મ બદલાને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન લીડ રોલમાં છે. અમિતાભે વર્ષ 2011માં આવેલી શાહરુખ ખાનની રા.વનમાં વૉઈસઓવર આપ્યો હતો અને વર્ષ 2008માં ભૂતનાથમાં સાથે કામ કર્યું હતું.

ફિલ્મ બદલાનું શૂટિંગ તાજેતરમાં જ પુરુ થયું છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચની સાથે તાપસી પન્નૂ પણ દેખાશે. નામ પ્રમામે જ ફિલ્માં રિવેન્જની સ્ટોરી છે. જો કે બદલો લેવાની આ સ્ટોરીને શૂટ કરવામાં દસ વર્ષ લાગી ગયા. આ ફિલ્મને 'કહાની' જેવી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બનાવી ચૂકેલા સુજૉય ઘોષે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મને સુનીર ખેત્રપાલે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ લગભગ દસ વર્ષ પછી શરૂ થઈ છે. સુજોય ઘોષે ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રાખી હતી પણ તેને બદલા નામ નહોતું મળતું કારણકે ટાઈટલ કોઈ અન્ય નિર્માતા પાસે હતું. ફિલ્મની સ્ટોરીમાં મુખ્ય ત્રણ પાત્રો હશે. તેમાંથી બે અમિતાભ અને તાપસી ભજવી રહ્યા છે.

આ પણ વાંચો : મને માત્ર કમર્શિયલ સિનેમા કરવાની સલાહ આપવામાં આવી હતી : માધુરી

જો કે આ ફિલ્મ માટે સુજોયની ઓરિજીનલ ચોઈસ વિદ્યા બાલન હતી. ત્રીજા રોલ માટે નસીરુદ્દીન શાહે સહમતી આપી હતી જે પહેલીવાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવાના હતા. મળતી માહિતી મુજબ બદલા બે માણસોની સ્ટોરી છે જે એકબીજા સાથે બદલો લેવાની સોગંધ સાથે મોટા થાય છે પણ જ્યારે બદલાનો યોગ્ય સમય આવે છે ત્યારે તેમની માટે બદલાની પરિભાષા જ બદલાઈ જાય છે. સુજોયનું અમિતાભ બચ્ચન સાથે બૉન્ડિંગ રહ્યું છે

amitabh bachchan bollywood bollywood events bollywood gossips bollywood news Shah Rukh Khan