ફિલ્મોમાં આપેલા યોગદાન બદલ અમિતાભ બચ્ચનનું કરવામાં આવશે સન્માન

11 March, 2021 12:36 PM IST  |  New Delhi | Agencies

ફિલ્મોમાં આપેલા યોગદાન બદલ અમિતાભ બચ્ચનનું કરવામાં આવશે સન્માન

ફિલ્મોમાં આપેલા યોગદાન બદલ અમિતાભ બચ્ચનનું કરવામાં આવશે સન્માન

અમિતાભ બચ્ચનને ઇન્ટરનૅશનલ ફેડરેશન ઑફ ફિલ્મ આર્કાઇવ્સ દ્વારા સન્માનિત કરવામાં આવશે. શોની વર્ચ્યુઅલ ઇવેન્ટ ૧૯ માર્ચે આયોજિત થવાની છે. ઇન્ટરનૅશનલ ફેડરેશન ઑફ ફિલ્મ આર્કાઇવ્સની સંયુક્ત સંસ્થા ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન એક નૉન-પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન છે જેણે અમિતાભ બચ્ચનને નૉમિનેટ કર્યા છે. એની સ્થાપના ફિલ્મમેકર અને આર્કાઇવિસ્ટ શિવેન્દ્ર સિંહ ડુંગરપુરે કરી હતી. એનો ઉદ્દેશ ભારતીય ફિલ્મોના વારસાની જાળવણી, સંગ્રહ, ડૉક્યુમેન્ટેશન, એક્ઝિબિશન અને સ્ટડીનો છે. પોતાનું નામ નૉમિનેટ થતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘હું ખૂબ આભારી છું કે મને ૨૦૨૧નો FIAF અવૉર્ડ મળવાનો છે. એના કામ સાથે હું દિલથી સમર્પિત છું. આપણે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે ફિલ્મમેકિંગની જેમ જ ફિલ્મોની જાળવણી પણ ખૂબ અગત્યની છે. આશા રાખીએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મારા કલીગ્સ અને સરકાર આ દિશામાં સપોર્ટ કરશે. સાથે જ આપણી ફિલ્મોની ધરોહરનો સંગ્રહ કરીને એને પ્રદર્શન કરતું એક કેન્દ્ર બનાવવાના સપનાને સાકાર કરીએ.’
અમિતાભ બચ્ચનની પ્રશંસા કરતાં શિવેન્દ્ર સિંહ ડુંગરપુરે કહ્યું હતું કે ‘અમે નસીબદાર છીએ કે અમને અમિતાભ બચ્ચન તરફથી ભરપૂર સપોર્ટ મળી રહ્યો છે. તેઓ ફિલ્મોના વારસાને જાળવી રાખવા માટે અગ્રેસર છે. સાથે જ તેઓ યુદ્ધના ધોરણે આ ઉદ્દેશને સાર્થક કરવા માટે કાર્યરત છે. આ જ કારણ છે કે અમે તેમને આ અવૉર્ડ માટે નૉમિનેટ કર્યા છે. તેમને તો FIAFના તમામ સદસ્યોએ સર્વ સહમતીથી વોટ આપ્યા છે.’

bollywood bollywood news amitabh bachchan entertainment news