ટૂંક સમયમાં સ્ક્રીન પર સાથે દેખાશે શાહરુખ ખાન-અમિતાભ બચ્ચન

23 February, 2019 03:51 PM IST  | 

ટૂંક સમયમાં સ્ક્રીન પર સાથે દેખાશે શાહરુખ ખાન-અમિતાભ બચ્ચન

શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન

બોલીવુડના બે સુપરસ્ટાર કિંગ ખાન અને બિગ બી લાંબા સમય બાદ સાથે દેખાવા જઈ રહ્યા છે. અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન એક ફિલ્મ માટે સ્ક્રીન પર સાથે દેખાશે, પરંતુ ફિલ્મમાં સાથે નહીં દેખાય. અમિતાભ બચ્ચની અપકમિંગ ફિલ્મ 'બદલા' શાહરુખ ખાનની કંપની રેડચિલીઝ દ્વારા પ્રોડ્યુસ કરાઈ છે.

આ રીતે બંને અભિનેતાઓ લાંબા સમય બાદ એક ફિલ્મ સાથે જોડાયા છે. આ પહેલા બંને સુપરસ્ટાર્સને આપણે કભી ખુશી કભી ગમ અને મહોબ્બતે જેવી ફિલ્મોમાં સ્ક્રીન શૅર કરતા જોઈ ચૂક્યા છીએ. પરંતુ હવે વર્ષો બાદ ફરી એકવાર આ બંને સ્ટાર્સ સ્ક્રીન પર સાથે દેખાશે. તાજેતરમાં જ શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચને એક વીડિયો શૂટ કર્યો છે, જેમાં બંને અપકમિંગ ફિલ્મ 'બદલા' પર ચર્ચા કરી રહ્યા છે.

આ વીડિયો ટૂંક સમયમાં જ રિલીઝ થવાનો છે. વીડિયોમાં શાહરુખ અને અમિતાભ ફિલ્મ વિશે વ્યાપક ચર્ચા કરતા દેખાશે. બંને એક્ટર્સ ભેગા થવા મામલે ડિરેક્ટર સુજૉય ઘોષનું કહેવું છે કે,'એક જ ફિલ્મમાં 2 સુપરસ્ટાર ભેગા થવાથી મારી જવાબદારી વધી જાય છે. આ મારા કરિયરની સૌથી મહત્વની ફિલ્મ છે. બંને ફિલ્મના પ્રચાર માટે મહેનત કરી રહ્યા છે, એટલે મારે પણ એક ઉમદા ફિલ્મ આપવાની છે.'

આ પણ વાંચોઃ Badla Trailer અમિતાભ બચ્ચન અને તાપસી પન્નૂ વચ્ચે સસ્પેન્સનો જબરજસ્ત ખેલ

ઉલ્લેખનીય છે કે 'બદલા'માં ફરી એકવાર અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ સાથે દેખાશે. આ પહેલા બંને 'પિંક'માં સાથે કામ કરી ચૂક્યા છે. 'બદલા'નું ટ્રેલર રિલીઝ થયા બાદ આ સસ્પેન્સ ફિલ્મ જોવા લોકો ઉત્સુક થયા છે.

રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને અજુરે એન્ટરટેઈનમેન્ટની આ ફિલ્મ 8 માર્ચે રિલીઝ થવાની છે.

amitabh bachchan Shah Rukh Khan bollywood