પર્ફેક્ટ હોવું એ બોરિંગ છેઃ આલિયા ભટ્ટ

14 April, 2019 10:03 AM IST  |  મુંબઈ

પર્ફેક્ટ હોવું એ બોરિંગ છેઃ આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ અત્યારે કારકીર્દિની ટોચ પર છે.

ગલી બોય સાથે વર્ષની શરૂઆત કરનાર આલિયા ભટ્ટની કારકીર્દિ અત્યારે ટોચ પર છે. તેની આગામી ફિલ્મોની વાત કરીએ તો કરણ જોહરની કલંક રીલિઝ થવા માટે તૈયાર છે. સાથે કરણ જોહર સાથેની તખ્ત, એસ એસ રાજામૌલીની RRR, સંજય લીલા ભણસાલીની ઈન્શાઅલ્લાહ છે. તે કલંકનું પ્રમોશન અને બ્રહ્માસ્ત્રના શૂટિંગ માટે ડબલ શિફ્ટ કરી રહી છે. જો કે તો પણ આલિયા પોતાની જાત અને પરિવાર માટે સમય ફાળવી લે છે. વાંચો આલિયા ભટ્ટ સાથેને ઈન્ટરવ્યૂના કેટલાક અંશોઃ

તમારી આગામી ફિલ્મો, રાઝી ફિલ્મને મળી રહેલ અવૉર્ડ્સ, શું તમે ટોપ પર હોવાનું ફીલ કરો છો?
હું ક્યારેય મારી જાતને ઓવર કોન્ફિડન્ટ નથી થવા દેતી. હું કામ કરવા માટે અને મારી મર્યાદાઓથી પર થવા માટે પ્રયાસો કરતી રહ્યું છે. જ્યારે પણ મારી લાઈફમાં પર્સનલી અને પ્રોફેશનલી બધુ સારું થાય છે ત્યારે હું મોટિવેટ થાવ છું. ફિલ્મોમાં મને એક દાયકો થઈ ગયો છે. પહેલા પાંચ વર્ષ તો ક્યાં જતા રહ્યા તેની ખબર જ ન રહી. જ્યારે સ્ટુડન્ટ ઑફ ધ યર આવી ત્યારે મને ખબર જ નહોતી કે હું ક્યાં જઈ રહી છું. હું આ સફરને એક એડવેન્ચર ટ્રિપની જેમ જોઉં છું. જેમાં કેટલીક બાધાઓ પણ આવી. હું હવે સેટલ થઈ ગઈ છું. હું વધુ વિચારનાર અને ચિંતા કરનાર વ્યક્તિ છું. એટલે મારે મારી જાતને હંમેશના નેગેટિવ વિચારોમાંથી બહાર કાઢવી પડે છે.

તમે ધીમે ધીમે એક્ટિંગ શીખી છે, પરંતુ લોકો કહે છે કે તમારામાં એક્ટિંગ કુદરતી છે જ. તમે શું માનો છો?
ના, હું રોજ શીખવાનો પ્રયાસ કરું છું, મેં જેમની સાથે કામ કર્યું તે દરેક દિગ્દર્શક પાસેથી. કોઈ કુદરતી નથી હોતું. હું દરેક ભૂમિકા એવરેસ્ટ તરીકે જોઉં છું, જે મારે ચડવાનો છે. આ જ પ્રોસેસ છે. મને યાદ છે મને ઉડતા પંજાબ મળી ત્યારે હું ડરેસી હતી. પણ તેમાં પણ એક ઉત્સાહ હતો. જો કે હું એક વાર કાંઈક વાંચું એટલ મને ખબર પડી જાય કે હું આ કરી શકીશ કે નહીં. જો હું ફિલ્મની પ્રકૃતિને ન્યાય નહીં આપી શકું તો હું તેમાંથી પાછી હટી જાઈશ.

વરૂણ ધવન અને અભિષેક વર્માન સાથે કામ કરવું ઘર જેવું લાગતું હશે?
આ મારું હોમ ગ્રાઉન્ડ છે, પણ તે સરળ નથી. અભિષેક અને વરૂણ મારા ખૂબ સારા મિત્રો છે. વરૂણ મને કામ સમયે કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે, અને તે જરૂરી છે કારણે કે આ એક અઘરી ફિલ્મ છે. હું કલંક અને બ્રહ્માસ્ત્રનું એકસાથે શૂટિંગ કરી રહી હતી. કેટલાક દિવસો પસાર કરવા અઘરા હતા. અભિષેકના વિઝનને મેચ કરવું સરળ નથી.રૂપ, 1940ના દાયકાની એક મિલેનિટલ છે. તેના વિચારો બદલાયા હશે પણ તે છે તો ગ્રેસફુલ જ. અમે જાણીજોઈને રૂપને ઈમ્પર્ફેક્ટ રાખી છે. પર્ફેક્ટ હોવું બોરિંગ છે. ફિલ્મનો ક્લાઈમેક્સ શૂટ કરવામાં બહુ મહેનત પડી હતી.

મહિલાઓના પર્ફેક્સનની વાત કરીએ તો, ગલી બોયમાં તમારા પાત્રને લોકોએ ટોક્સિક માન્યું હતું, તમને પણ એવું જ લાગે છે?
મેં તેને વાઈલ્ડ રીતે જોઈ હતી અને તે તેના માટે આઝાદી આપનારું હતું. હું હિંસાનો સાથ નથી આપતી પરંતુ તે સાચી હતી. કોઈને પિંજરામાં કેદ કરી રાખવામાં આવે તો બીજું શું થાય? તેનામાં નેગેટિવ એનર્જી આવી ગઈ હતી. પણ માણસ તરીકે તે ટોક્સિક નહોતી.

શું તમે શક્તિશાળી મહિલાના રોલ તરફ આકર્ષાવ છો?
આવી ભૂમિકાઓ મારી પાસે આવે છે. અને આવા રોલ ખૂબ જ જવાબદારીઓ સાથે લખાયેલા હોય છે. મને સ્ત્રીના અલગ અલગ રૂપ બતાવતા રોલ કરવા છે. રાઝીની સેહમત સફીના જેવી ઉગ્ર નહોતી પણ તે બહાદુર હતી. જો મને ફિલ્મ ગમશે તો હું કરીશ, તે વિમને સેન્ટ્રિક હોય કે ન હોય તો પણ.

આ પણ વાંચોઃ ભારતમાં વોટ નહી કરી શકે આલિયા ભટ્ટ !

સલમાન સાથે રોમાન્સ પર શું કહેશો?
ભણસાલી એક વિઝનરી પર્સન છે. તેમનો દરેક વાત કે કાસ્ટિંગ પાછળ એક પ્લાન હોય છે. હું સલમાન સાથે કામ કરવા માટે ઉત્સુક છું. હું ક્યારેય સલમાન ખાન અને ભણસાલી સાથે એકસાથે કામ કરવાનું વિચારી નહોતી શકતી. આ સફર ખૂબ જ યાદગાર રહી અને સલમાન ખૂબ જ દયાળુ છે.

alia bhatt karan johar sanjay leela bhansali Salman Khan