આ વ્યક્તિ બનશે આલિયાનો બનેવી?

22 April, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચર્ચા પ્રમાણે ઍક્ટ્રેસની મોટી બહેન શાહીન અને ફિટનેસ-કોચ ઈશાન મહેરા વચ્ચે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું છે

શાહીન ભટ્ટ ઈશાન મહેરા

હાલમાં આલિયા ભટ્ટની મોટી બહેન શાહીન ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફિટનેસ-કોચ ઈશાન મહેરાની તસવીર શૅર કરી છે અને કૅપ્શનમાં લખ્યું છે, ‘હૅપી બર્થ-ડે, સનશાઇન.’ આ કૅપ્શન પર રેડ હાર્ટનું ઇમોજી મૂક્યું છે. એ પછી એક બીજું સોલો પિક્ચર મૂક્યું છે જેમાં ઈશાન ગ્રાઉન્ડ પર આડો પડ્યો છે.

શાહીનની આ પોસ્ટ પર નાની બહેન આલિયા ભટ્ટ અને સ્ટેપ-સિસ્ટર પૂજા ભટ્ટે હાર્ટ ઇમોજી મૂકીને કમેન્ટ કરી છે. એ સિવાય વરુણ ધવન, અનન્યા પાંડે તેમ જ નીતુ કપૂરે પણ ઈશાનને જન્મદિનની શુભેચ્છા આપી છે. ચર્ચા છે કે ૩૬ વર્ષની શાહીન અને ઈશાન પ્રેમમાં ગળાડૂબ છે અને તેઓ બહુ જલદી લગ્ન કરવાનો નિર્ણય લેવાનાં છે. શાહીનની આ બીજી સિરિયસ રિલેશનશિપ છે. ૨૦૧૪માં શાહીને કૉમેડિયન રોહન જોશીને ડેટ કર્યું હતું. એ સમયે રોહન એક ફેમસ કૉમેડી ગ્રુપનો હિસ્સો હતો. એ પછી તેઓ સાથે રજા ગાળવા લંડન પણ ગયાં હતાં અને મહેશ ભટ્ટ પણ રોહનને મળ્યા હતા. જોકે પછી શાહીન અને રોહનનું બ્રેકઅપ થઈ ગયું હતું.

alia bhatt instagram bollywood buzz bollywood news bollywood gossips bollywood