અટકી ગઈ છે અજય દેવગનની શૈતાન 2

10 July, 2026 02:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં અજય દેવગનનું ધ્યાન અનેક અલગ-અલગ પ્રોજેક્ટ્સ પર કેન્દ્રિત છે

‘શૈતાન 2’

હાલમાં અજય દેવગનનું ધ્યાન અનેક અલગ-અલગ પ્રોજેક્ટ્સ પર કેન્દ્રિત છે. અજયની આગામી ફિલ્મોમાં ‘ધમાલ 4’, ‘દૃશ્યમ 3’, ‘ગોલમાલ’ ફ્રૅન્ચાઇઝીની આગામી ફિલ્મ અને ‘ચૌહાણ’નો સમાવેશ થાય છે. જોકે થોડા સમય પહેલાં ચર્ચામાં આવેલી અજયની ફિલ્મ ‘શૈતાન 2’ બનાવવાનું પ્લાનિંગ અટકી ગયું છે. અજયની હૉરર-થ્રિલર ‘શૈતાન’ની સીક્વલની જાહેરાત થઈ હતી પણ એને લઈને હાલ કોઈ સક્રિય પ્રગતિ સામે આવી નથી. ‘શૈતાન 2’ના શૂટિંગ અથવા પ્રી-પ્રોડક્શનને લઈને અત્યાર સુધી કોઈ કામ નથી થયું. આ દરમ્યાન એવો રિપોર્ટ આવ્યો છે કે અજય ડિરેક્ટર રોહિત જુગરાજની એક મોટા બજેટની હૉરર સ્ટોરીમાં કામ કરી રહ્યો છે. હાલમાં ફિલ્મ પ્રી-પ્રોડક્શન તબક્કામાં છે અને એનું શૂટિંગ જુલાઈમાં શરૂ થવાની શક્યતા છે.

ajay devgn bollywood buzz bollywood news bollywood bollywood gossips