આવી રહી છે Golmaal 5, શરૂ થઈ ફિલ્મની તૈયારીઓ

30 November, 2019 01:29 PM IST  |  Mumbai

આવી રહી છે Golmaal 5, શરૂ થઈ ફિલ્મની તૈયારીઓ

ફિલ્મ ગોલમાલનું પોસ્ટર

બોલીવુડની સૌથી સારી કૉમડી ફિલ્મોમાંથી એક ગોલમાલ ફિલ્મનો આગામી પાર્ટ જલ્દી જ આવી રહ્યો છે. કૉમેડી ફિલ્મોની વાત કરવામાં આવે તો ગોલમાલ તમામ ફિલ્મો હંમેશાથી લોકોને હસાવતી રહી છે. હવે ચાહકો માટે સારા સમાચાર છે કે રોહિત શેટ્ટીએ ગોલમાલ 5ની તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મમાં પહેલાની જેમ જ અજય દેવગણ લોકોને હસાવવા માટે આવી રહ્યા છે.

બોલીવુડ ડાયરેક્ટર રોહિત શેટ્ટી હાલમાં પોતાની આગામી ફિલ્મ સૂર્યવંશી પર કામ કરી રહ્યા છે. જે બાદ તે તરત ગોલમાલ 5નું શૂટિંગ શરૂ કરવાના છે. હાલમાં જ મુંબઈ મિરરના રિપોર્ટ અનુસરા ગોલમાલની પાંચમી સીરીઝની સ્ક્રિપ્ટ અને કૉન્સેપ્ટ તૈયાર થઈ ગયો છે જે બાદ રાઈટર ફિલ્મનો સ્ક્રીન પ્લે અને કૉન્સેપ્ટ તૈયાર થઈ ચુક્યો છે. જે બાદ રાઈટર ફિલ્મનો સ્ક્રીનપ્લે અને ડાયલૉગ ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યા છે.

રોહિત શેટ્ટી અને અજય દેવગણ આવાતા વર્ષના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેશે. રિપોર્ટ અનુસાર ગોલમાન એક્ટર અજય દેવગણે કહ્યું, રોહિત અને હું ફિલ્મ માટે કમિટ કરી ચુક્યા છે જેવું કે અમે છેલ્લી ફિલ્મ દરમિયાન કહ્યું હતું, આ ફન અનલિમિટેડ છે અને મારી પંસદગીની સીરીઝ છે.

તમને જણાવી દઈએ કે છેલ્લી સીરિઝમાં બાકી ચાર સીરીઝથી અલગ બનાવવામાં આવી હતી. પહેલી વાર આ ફ્રેન્ચાઈઝીમાં હૉરર કૉમેડીનો કોન્સેપ્ટ રાખવામાં આવ્યો હતો જેમાં તબ્બૂ અને પરિણીતિ ચોપરા પણ મુખ્ય ભૂમિકામાં નજર આવી હતી. ગોલમાલ સીરીઝીની ત્રીજી ફિલ્મ 2010માં આવી હતી. જે બાદ ગોલમાલ સીરિઝની ચોથી ફિલ્મ ગોલમાલ અગેઈન આવી હતી. સાત વર્ષના લાંબા સમય બાદ રોહિત શેટ્ટીએ વચન આપ્યું હતું કે ગોલમાલની પાંચમી ફિલ્મ માટે ચાહકોએ વધુ રાહ નહીં જોવો પડે.

તમને જણાવી દઈએ કે અજય દેવગણ અને રોહિત શેટ્ટી આ પહેલા પણ ઝમીન, ગોલમાલ, સંડે, ગોલમાલ રિટર્ન, સિંઘમ, ઓલ ધ બેસ્ટ, બોલ બચ્ચન, સિઁઘમ રિટર્ન અને ગોલમાન અગેઈનમાં પણ સાથે કામ કરી ચુક્યા છે.

ajay devgn rohit shetty golmaal