Happy Birthday Asha Bhosle: જેમણે 12 હજારથી વધુ ગીતોમાં સ્વર આપ્યા

08 September, 2019 03:55 PM IST  |  મુંબઈ ડેસ્ક

Happy Birthday Asha Bhosle: જેમણે 12 હજારથી વધુ ગીતોમાં સ્વર આપ્યા

આશા ભોસલે

ભારતીય સિનેમા સંગીતને એક મુકામ સુધી પહોંચાડવામાં આશા ભોસલેનું મહત્વનું યોગદાન રહ્યું છે. 12 હજારથી વધુ ગીતોમાં પોતાનો અવાજ આપનારા આશા ભોસલેનો આજે જન્મદિવસ છે. આશા તાઈના નામે જાણીતાં આશા ભોસલેનો જન્મ 8 સપ્ટેમ્બર 1933ના થયો. તેમણે ફક્ત હિન્દી ભાષામાં જ નહીં પણ મરાઠી, બંગાળી, પંજાબી, તામિલ, મલયાલમ, અંગ્રેજી અને રૂસી ગીતોમાં પણ અવાજ આપ્યો છે. તેમના 87માં જન્મદિવસે જાણીએ તેમના જીવન અને કરિઅર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.....

આશા ભોસલેના પિતા દીનાનાથ મંગેશકર પણ શાસ્ત્રીય ગાયક હતા, પણ જ્યારે આશા ભોસલે 9 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું આવસાન થયું. પછી તેમના પરિવાર સાથે તેઓ પુણેથી કોલ્હાપુર અને તેના પછી મુંબઇ આવી ગયા. પરિવારની મદદ કરવા માટે આશા ભોસલેએ પોતાની મોટી બહેન લતા મંગેશકર સાથે મળીને ગીતો ગાવાનું શરૂ કર્યું. આશા ભોસલેએ ભલે લતા મંગેશકર સાથે ગાવાનું શરૂ કર્યું હોય, પણ કરિઅરમાં તેમને ઊંચાઈઓ સિદ્ધ કરવામાં ઘણો સમય લાગ્યો. તેમણે પહેલા ઓછા બજેટવાલી ફિલ્મો માટે ગીતો ગાયા અને તેના પછી ધીમે ધીમે તે ભારતીય સિનેમા સંગીતમાં પોતાની એક આગવી ઓળખ બનાવી.

આશા ભોસલેએ પોતાનું પહેલું ફિલ્મી ગીત મરાઠી ફિલ્મ 'માઝા બલ' માટે ગાયું હતું, જેના શબ્દો હતા 'ચલા ચલા નવ બાલા'. તે વખતે તેમની ઉંમર માત્ર 10 વર્ષ હતી. હિન્દી ફિલ્મની વાત કરીએ તો 16 વર્ષની ઉંમરમાં આશાજીએ પહેલું હિન્દી ગીત ગાયું હતું જે ફિલ્મનું નામ છે 'રાત કી રાની'. વર્ષ 1952માં આવેલી ફિલ્મ 'સંગદિલ'માં ગાયેલા ગીતે તેમને ફર્સ્ટ બ્રેક થ્રૂ આપ્યો જેને સાજિદ મુસ્તફાએ કમ્પોઝ કર્યું હતું. ત્યાર પછી તેમણે અનેક ફિલ્મોમાં ગીતો ગાયા.

પોતાના નામે અનેક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા
વર્લ્ડ રેકોર્ડ્સ ઑર્ગનાઇઝેશન વર્લ્ડ રેકૉર્ડ એકેડમીએ તેમને મોસ્ટ રેકોર્ડ આર્ટિસ્ટ ઑફ ધ વર્લ્ડ તરીકે રિકગ્નાઇઝ્ડ કર્યા છે. ગિનસ બૂક ઑફ વર્લ્ડમાં તેમનું નામ મોસ્ટ રેકૉર્ડ આર્ટિસ્ટ ઇન મ્યૂઝિક હિસ્ટ્રી માટે મેન્શન કર્યું છે.

આ પણ વાંચો : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો છે આગવો અંદાજ, જુઓ તસવીરો

તેમના અંગત જીવનની વાત કરીએ તો તેમણે પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા અને કહેવાય છે કે તેમણે લગ્ન માટે ઘર છોડવાનો નિર્ણય કરી લીધો હતો. તેમણે 16 વર્ષની વયે 31 વર્ષના ગનપત રૉવ ભોસલે સાથે લગ્ન કરી લીધા. આશાજીએ આર ડી બર્મનને પોતાના હમસફર બનાવ્યા. આરડી બર્મને છેલ્લા શ્વાસ સુધી આશાજીનો સાથ આપ્યો.

asha bhosle bollywood bollywood events bollywood gossips bollywood news