શાહરુખ માટે બનાવવામાં આવ્યું મુંબઈમાં આફ્રિકા

27 February, 2021 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ માટે બનાવવામાં આવ્યું મુંબઈમાં આફ્રિકા

શાહરુખ ખાન

શાહરુખ ખાનની ‘પઠાન’ માટે મુંબઈમાં જ આફ્રિકાનો સેટ બનાવવામાં આવ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ શાહરુખે શરૂ કરી દીધું છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મ માટે ગોરેગામની ફિલ્મસિટીમાં આફ્રિકાની અન્ડરગ્રાઉન્ડ હથિયાર માર્કેટનો સેટ બનાવવામાં આવ્યો છે. આ માર્કેટમાં શાહરુખ અન્ડરકવર બનીને જાય છે. ત્યાંના કાર્ટેલ સાથે તેની ફાઇટ થાય છે. આ ઍક્શનને ઇન્ટરનૅશનલ સ્ટન્ટ આર્ટિસ્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તેમ જ શાહરુખ અને સલમાને યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં તેમનું શૂટિંગ પણ કર્યું હતું. હવે બન્નેના સાથે ઍક્શન કરતા દૃશ્યનું શૂટિંગ બાકી છે, જે ફિલ્મની હાઇલાઇટ હશે.

entertainment news bollywood bollywood news upcoming movie Shah Rukh Kha