ઈશાન ખટ્ટરની વૉર-ડ્રામા પિપ્પામાં મ્યુઝિક આપશે એ. આર. રહમાન

05 February, 2021 01:44 PM IST  |  Mumbai | Agencies

ઈશાન ખટ્ટરની વૉર-ડ્રામા પિપ્પામાં મ્યુઝિક આપશે એ. આર. રહમાન

ઈશાન ખટ્ટરની વૉર-ડ્રામા પિપ્પામાં મ્યુઝિક આપશે એ. આર. રહમાન

ઈશાન ખટ્ટરની વૉર-ડ્રામા ‘પિપ્પા’નું મ્યુઝિક એ. આર. રહમાન આપવાના છે. આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર બ્રિગેડિયર બલરામ સિંહ મેહતાના પાત્રમાં જોવા મળશે. તેઓ ૪૫ કેવેલરી ટૅન્કના સ્ક્વૉડ્રન હતા. ૧૯૭૧ની ઇન્ડો-પાકિસ્તાન વૉર દરમ્યાન તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને તેમની બુક ‘ધ બર્નિંગ ચાફિસ’ પરથી બનાવવામાં આવી રહી છે, જેને ‘ઍરલિફ્ટ’ના ડિરેક્ટર રાજા ક્રિષ્ણા મેનન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. રૉની સ્ક્રૂવાલા અને સિદ્ધાર્થ રૉય કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને મ્યુઝિક આપવા વિશે એ. આર. રહમાને કહ્યું કે ‘ફિલ્મ ‘પિપ્પા’ની સ્ટોરીમાં હ્યુમન કનેક્શન છે. આ ફિલ્મ એક ફૅમિલી વિશેની છે અને હું તરત જ એની સાથે કનેક્ટ થઈ ગયો હતો. હું રાજા ક્રિષ્ણા મેનન, રૉની સ્ક્રૂવાલા અને સિદ્ધાર્થ રૉય કપૂર સાથે કામ કરવા આતુર છું.’

bollywood bollywood news bollywood ssips ar rahman ishaan khattar