આર્યનમૅન અને અક્ષયકુમારે પહેરી એકસરખી ટાઇ

29 April, 2019 12:35 PM IST  |  મુંબઈ

આર્યનમૅન અને અક્ષયકુમારે પહેરી એકસરખી ટાઇ

અક્ષયકુમાર સાથે આર્યન મેન

આર્યનમૅનના પાત્રથી જાણીતા એવા રૉબર્ટ ડાઉની જુનિયરે અને અક્ષયકુમારે એકસરખી ટાઇ પહેરી છે. બન્નેનો એકસરખી ટાઇ પહેરેલો ફોટો અક્ષયકુમારે ટ્વિટર પર શૅર કર્યો હતો. સાથે જ અક્ષયકુમારે ‘અવેન્જર્સ : એન્ડગેમ’ની પણ ભરપૂર પ્રશંસા કરી છે. આ ફોટો શૅર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘આર્યનમૅન જ્યારે તમારા જેવી જ ટાઇ પહેરે ત્યારે એ કહો કે બન્નેમાંથી કોણે સારી રીતે આ ટાઇ પહેરી છે?’

આ પણ વાંચો : કૅન્સરને કારણે શારીરિક અને માનસિકરૂપે ઘણો ફેરફાર જોયો છે : તાહિરા

બતાવી દઈએ કે આર્યન મેન ભારતમાં રિલીઝ થઈ ચૂકી છે અને એને ઘણો સારો રિસપોન્સ મળી રહ્યો છે. ફિલ્મે બે દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

akshay kumar iron man bollywood news