10 October, 2019 02:34 PM IST | મુંબઈ
‘વૉર’
હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની ‘વૉર’ બૉક્સ-ઑફિસ પર કમાલ કરી રહી છે. આ ફિલ્મે સાત દિવસમાં ડબલ સેન્ચુરી મારી છે. આ ફિલ્મે દશેરના દિવસે હિન્દીમાં ૨૭.૭૫ કરોડ તેમજ તામિલ અને તેલુગુ મળીને ૧.૧૫ કરોડ રૂપિયાની સાથે ટોટલ ૨૮.૯૦ કરોડનો બિઝનેસ કર્યો છે. આ બિઝનેસ સાથે તેની ડબલ સેન્ચુરી પૂરી થઈ છે અને એ ટોટલ આંકડો ૨૧૬.૬૫ કરોડ રૂપિયાનો થયો છે. આ ફિલ્મે પહેલાં દિવસે બૉલીવુડની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મનો રેકૉર્ડ કર્યો હતો. ત્રણ દિવસમાં તે સો કરોડની ક્લબમાં એન્ટર થઈ હતી.
પાંચ દિવસમાં ૧૫૦ કરોડ અને સાત દિવસમાં ૨૦૦ કરોડની ક્લબમાં દાખલ થઈ ગઈ છે. આ વિશે ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે કહ્યું હતું કે ‘સાત દિવસમાં ૨૦૦ કરોડની ક્લબમાં દાખલ થઈ ગઈ હોવાથી આ અમારા માટે ખૂબ જ મોટી વાત છે. દર્શકોનો અમને જે પ્રેમ મળ્યો છે એ માટે અમે તેમના આભારી છીએ. અમે દર્શકોને ભારતની સૌથી ઍક્શનથી ભરપૂર ફિલ્મ આપવા માગતા હતા અને એમાં સફળ રહ્યાં હોવાની અમને ખુશી છે. માઉથ પબ્લિસિટીને કારણે અમારી ફિલ્મના કલેક્શનમાં ફરક પડ્યો છે.’
આ પણ વાંચો : જાન્હવી અને ઇશાન સાથે દેખાતા ફરી તેના અફેરની ચર્ચાઓ વધી, જુઓ તસવીરો
આ ફિલ્મને પહેલાં ૪૦૦૦ સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવી હતી. જોકે એની પૉપ્યુલારિટીને જોઈને ૨૦૦ સ્ક્રીન્સમાં વધારો કરવામાં આવ્યો હતો.