મસાનએ લાઇફનો પાઠ શીખવ્યો છે : વિકી કૌશલ

25 July, 2019 10:44 AM IST  |  મુંબઈ

મસાનએ લાઇફનો પાઠ શીખવ્યો છે : વિકી કૌશલ

વિકી કૌશલ

વિકા કૌશલનું કહેવું છે કે ‘મસાન’ દ્વારા તેને લાઇફનું લેસન મળ્યું છે. વિકીએ અનુરાગ કશ્યપની ‘ગૅન્ગ ઑફ વાસેપુર’માં અસિસટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ નાના પાત્રોમાં તે જોવા મળ્યો હતો. જોકે ૨૦૧૫માં ‘મસાન’ દ્વારા તેણે લીડ ઍક્ટર તરીકે શરૂઆત કરી હતી. આ ફિલ્મને ગઈ કાલે ચાર વર્ષ થયા હતા. બનારસના મણિકર્ણિકા ઘાટનો ફોટો શૅર કરી વિકીએ કૅપ્શન આપી હતી કે ‘અમે ‘મસાન’ની શરૂઆત કરી એના થોડા દિવસો પહેલાં હું અહીં (મણિકર્ણિકા ઘાટ, બનારસ) આવીને કલાકો સુધી બેસીને મૃતદેહને અગ્નિ સંસ્કાર આપતા એ જોતો રહેતો હતો.

આ પણ વાંચો : અર્જુન રેડ્ડી બાદ વિજય દેવરાકોન્ડાની ડિયર કૉમરેડની બનશે હિન્દી રીમેક

અહીં દરેક રંગના વ્યક્તિ, સુંદર, કદરૂપા, પૈસાદાર, ગરીબ, પાતળા, જાડા દરેક વ્યક્તિનો અગ્નિદાહ કરવામાં આવતો હતો. તેઓ દરેક એક જ રંગની રાખમાં બદલાતા હતા. તેઓ બધુ પાછળ છોડીને એકલા જતી રહેતા હતા. આ તમામ વ્યક્તિ મને મારી લાઇફનું લેસન શીખવીને ગયા હતા.’

vicky kaushal bollywood news