કૂલી નંબર 1ની રીમેકમાં જોઈ લો વરુણ ધવનનો લુક

12 August, 2019 02:01 PM IST  |  મુંબઈ

કૂલી નંબર 1ની રીમેકમાં જોઈ લો વરુણ ધવનનો લુક

વરુણ ધવન

વરુણ ધવને તેની ‘કૂલી નંબર 1’ની રીમેકનો લુક ટ્‍‍વિટર પર શૅર કર્યો હતો. આ ફોટોમાં વરુણે રેડ શર્ટ અને વાઇટ પૅન્ટ પહેર્યું છે. તેના હાથમાં કેટલીક બૅગ્સ પણ છે. જોકે તેણે પોતાનો ચહેરો એ બૅગ્સની પાછળ છુપાવી રાખ્યો છે. ૧૯૯૫માં આવેલી ‘કૂલી નંબર 1’માં ગોવિંદા અને કરિશ્મા કપૂરની જોડી જામી હતી. એ ફિલ્મને ડેવિડ ધવને ડિરેક્ટ કરી હતી. એની રીમેકમાં હવે સારા અલી ખાન અને વરુણ ધવન જોવા મળવાનાં છે.

આ પણ વાંચો : કંગના રનોટનું માનવું છે કે બૉલીવુડમાં ટૅલન્ટનું કંઈ મહત્વ નથી

આ ફિલ્મમાં પોતાના લુકની એક નાનકડી ઝલક ટ્‍‍વિટર પર શૅર કરીને વરુણે ટ્વીટ કર્યું હતું કે ‘મુઝે પતા હૈ કિ આપકો પતા હૈ. આપકો પતા હૈ કિ મુઝે પતા હૈ. લેકિન ક્યા આપકો વો પતા હૈ જો મુઝે પતા હૈ?’

varun dhawan sara ali khan bollywood news david dhawan