અક્ષયે આપેલી કાંદાથી બનેલી ઇયરરિંગ્સ પહેરી ટ‍્વિન્કલ ખન્નાએ

22 December, 2019 11:04 AM IST  |  Mumbai

અક્ષયે આપેલી કાંદાથી બનેલી ઇયરરિંગ્સ પહેરી ટ‍્વિન્કલ ખન્નાએ

ટ‍્વિન્કલ ખન્ના

ટ્વિન્કલ ખન્નાએ હઝબન્ડ અક્ષયકુમારે આપેલી કાંદાની બનેલી ઇયરિંગ્સ પહેરી હતી. થોડા દિવસો પહેલા જ ‘ધ કપિલ શર્મા શો’માંથી પાછા ફરતી વખતે અક્ષયકુમાર આ અનોખી ઇયરિંગ્સ ટ્વિન્કલ માટે લઈ ગયો હતો. એ ડુંગળીની ઇયરિંગ્સ પહેરીને એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ટ્વિન્કલ ખન્નાએ કૅપ્શન આપી હતી કે ‘એક શૂટમાંથી બીજા શૂટ તરફ આ ઇયરિંગ્સ જઈ રહી છે. હું ખુશ છું કે મને મારી આ કિંમતી ગિફ્ટ પહેરવાની તક મળી છે, જેને એક શૂટિંગમાંથી પાછા ફરતી વખતે અક્ષયકુમાર ઘરે લઈ આવ્યો હતો. એમાં અંકુર ફૂટી જાય એ પહેલા જ મેં એને પહેરી લીધી છે. #OnionsAreAGirlsBestFriends’

twinkle khanna akshay kumar bollywood news