ઇન્સિક્યૉરિટી અનુભવતો હોવાથી ખૂબ જ મહેનત કરે છે ટાઇગર

27 May, 2019 10:44 AM IST  | 

ઇન્સિક્યૉરિટી અનુભવતો હોવાથી ખૂબ જ મહેનત કરે છે ટાઇગર

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફનું કહેવું છે કે તે ઇન્સિક્યૉરિટી અનુભવે છે એથી જ તે સખત મહેનત કરે છે. ૨૦૧૪માં ‘હીરોપંતી’ દ્વારા તેણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તે જલદી જ હૃતિક રોશન સાથે પણ ફિલ્મમાં જોવા મળવાનો છે. તેને પૂછવામાં આવ્યું હતું કે શું ઍક્ટિંગના પ્રોફેશનમાં પણ અસલામતી હોય છે? એનો જવાબ આપતાં ટાઇગરે કહ્યું હતું કે ‘હા, આ સાચી વાત છે. હું ખૂબ જ ઇન્સિક્યૉરિટી અનુભવું છું. જોકે લોકોને મારું કામ પસંદ પડે અને મારી પ્રશંસા થાય એના માટે હું અથાક મહેનત કરું છું. મારો પર્ફોર્મન્સ કેવો હશે, શું મારા ડૅડીને મારું કામ પસંદ પડશે? શું મારા ફૅન્સ મારા કામની પ્રશંસા કરશે? હૃતિક રોશન સર સાથે ફિલ્મમાં કામ કરતી વખતે આશા રાખું છું કે તેઓ મારા કામથી ઇમ્પ્રેસ થશે. તેઓ મારા હીરો છે. હું તેમનો આદર કરું છું. આશા રાખું છું કે હું તેમને નિરાશ નહીં કરું.’

નવા કલાકારોને ઍૅક્શન ફિલ્મો કરવામાં ભય લાગે છે: ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફનું માનવું છે કે ડિરેક્ટરો અને નવા કલાકારો ઍક્શન ફિલ્મો પ્રતિ ખૂબ સાવધ રહે છે. આ વિશે પોતાના વિચાર જણાવતાં ટાઇગરે કહ્યું હતું કે ‘ઍક્શન ફિલ્મોથી અંતર જાળવી રાખવાની બાબત કદાચ નવા ઍક્ટર્સમાં પેસી ગઈ છે અને તેમને અલગ પ્રકારના સિaનેમામાં પોતાની ટૅલન્ટ દેખાડવી છે. ડિરેક્ટરો પણ ૮૦ અને ૯૦ના દાયકાની સરખમાણીએ સિનેમા પ્રતિ કંઈક અલગ પ્રકારનો દૃષ્ટિકોણ ધરાવે છે. હું પર્સનલી કહું તો મને એવી ફિલ્મો કરવી છે જેમાં બધી જ વસ્તુઓ સમાવી લેવામાં આવી હોય. મને હીરોપંતી કરવી ગમે છે. મારા ડૅડીની ફિલ્મો અને તેમના પોલીસ અથવા તો તેમણે ભજવેલા ઍક્શન રોલ્સ પ્રતિ અને સુપરહીરોઝ પ્રતિ મને ખૂબ આદર છે. હું હૃતિક સરને માન આપું છું. તેઓ એક ફુલ પૅકેજ સમાન છે. તેમની દરેક ફિલ્મમાં બધી જ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે.’

આ પણ વાંચો : પ્રિયંકાને મળ્યાની પહેલી ઍનિવર્સરી સેલિબ્રેટ કરતો નિક જોનસ

ઍક્શન ફિલ્મો દ્વારા વિશ્વમાં છવાઈ જવાની ઇચ્છા છે ટાઇગર શ્રોફને

ટાઇગર શ્રોફની ઇચ્છા છે કે તે પોતાની ઍક્શન ફિલ્મો દ્વારા માત્ર દેશમાં જ નહીં, પરંતુ પૂરા વિશ્વમાં લોકોને પ્રભાવિત કરવા માગે છે. આ વિશે વધુ જણાવતાં ટાઇગરે કહ્યું હતું કે ‘પૂરા જગતમાં વર્તમાનમાં સૌથી મોટા અને આદર્શ કહી શકાય એવા ઍક્શન હીરોઝ છે. બરાબર એ રીતે જ મારી ઍક્શન ફિલ્મો દ્વારા હું મારા દૃષ્ટિકોણને વ્યક્ત કરવા માગું છું. સાથે જ માત્ર એક જ દેશ સુધી સીમિત ન રહેતાં હું પૂરા વિશ્વના લોકોને મનોરંજન પૂરું પાડવા માગું છું. એ જ મારું લક્ષ છે.’

tiger shroff bollywood news