Street Dancer 3D Box Office Collection Day 3:કરી આટલી કમાણી...

27 January, 2020 03:10 PM IST  |  Mumbai Desk

Street Dancer 3D Box Office Collection Day 3:કરી આટલી કમાણી...

વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની ડાન્સ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડીએ ઓપનિંગ વીકએન્ડમાં સારું પ્રદર્શન કર્યું છે. ફિલ્મની શરૂઆત થોડીક ધીમી રહી, પણ વીકએન્ડના અન્ય દિવસોમાં ફિલ્મે ઝડપ પકડી અને કલેક્શન્સ 40 કરોડની પાર પહોંચી ગયું.

સ્ટ્રીટ ડાન્સર 3ડીએ શુક્રવારે 10.26 કરોડની ઓપનિંગ લીધી હતી, જે ટ્રેડ નિશ્લેષકોના અનુમાન કરતાં ઓછી હતી. આશા હતી કે ફિલ્મ 15 કરોડ સુધીની કમાણી પહેલા દિવસે જ કરી શકે છે. શનિવારે રિલીઝના બીજા દિવસે સ્ટ્રીટ ડાન્સરે 13.21 કરોડનું કલેક્શન કર્યું હતું. રિલીઝના ત્રીજા દિવસે રવિવારે 26 જાન્યુઆરી પણ હતી. આ દિવસે ફિલ્મે જબરજસ્ત ઉછાળ આવ્યો અને કલેક્શન્સ 17.76 કરોડ રહ્યું. સ્ટ્રીટ ડાન્સર 3ડીએ ઓપનિંગ વીકએન્ડમાં 41.23 કરોડ જમા કરી લીધા.

વરુણ ધવનની આ પહેલાની ફિલ્મોની વાત કરીએ તો 2019માં આવેલી મલ્ટી સ્ટારર કલંકએ 66 કરોડની કમાણી ઓપનિંગ વીકએન્ડમાં કરી હતી, પણ લાઇફ ટાઇમ કલેક્શન્સ પ્રમાણે ફિલ્મ ફ્લોપ રહી હતી, પણ લાઇફ ટાઇમ કલેક્શન્સના હિસાબે ફિલ્મ ફ્લૉપ રહી હતી. 2018માં વરુણની બે ફિલ્મો ઑક્ટોબર સૂઇ ધાગા આવી હતી. બન્ને ફિલ્મોમાં વરુણ ધવન અલગ અંદાજમાં દેખાયો.

ઑક્ટોબરે 20.25 કરોડનું કલેક્શન ઓપનિંગ વીકએન્ડમાં કર્યું, જ્યારે સૂઆ ધાગા એ 36.60 કરોડ રિલીઝના ત્રણ દિવસમાં કલેક્ટ કર્યા હતા. 2017માં વરુણની બે ફિલ્મો આવી હતી. બદ્રીનાથ કી દુલ્હનિયાએ 43.05 કરોડની કમાણી ઓપનિંગ વીકએન્ડમાં કરી હતી, તો જુડવાએ 59.25 કરોડનું કલેક્શન ઓપનિંગ વીકએન્ડમાં કર્યું હતું. જાહેર છે કે છેલ્લા ત્રણ વર્ષમાં વરુણનું આ ચોથું બેસ્ટ ઓપનિંગ વીકએન્ડ છે.

આ પણ વાંચો : બોલીવુડ સિતારાઓએ કરી બીચની સાફસફાઇ....

સ્ટ્રીટ ડાન્સર દેશભરમાં 2ડી અને 3ડી ફૉર્મેટમાં 3700 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. રેમો ડિસૂઝા નિર્દેશિત ફિલ્મમાં પ્રભુદેવા અને નોરા ફતેહીએ પણ મુખ્ય ભૂમિકા ભજવી છે.

varun dhawan box office shraddha kapoor bollywood bollywood news bollywood gossips