કૉમેડી સિવાય પણ હું ઘણું કામ કરી શકું છું : શ્રેયસ તલપડે

11 February, 2019 09:47 AM IST  | 

કૉમેડી સિવાય પણ હું ઘણું કામ કરી શકું છું : શ્રેયસ તલપડે

શ્રેયસ તલપડે

શ્રેયસ તલપડેનું કહેવું છે કે લોકોને એ સમજાવવું થોડું અઘરું છે કે તે કૉમેડી સિવાય પણ અન્ય ભૂમિકાઓ પણ ભજવી શકે છે. શ્રેયસે ‘ઇકબાલ’ અને ‘ડોર’ જેવી ફિલ્મોમાં ગંભીર પાત્રો ભજવીને બૉલીવુડમાં પોતાની કરીઅરની શરૂઆત કરી હતી. આ વિશે વિસ્તારપૂર્વક જણાવતાં શ્રેયસ તલપડેએ કહ્યું હતું કે ‘બૉલીવુડમાં શરૂઆતના દિવસોમાં મેં ‘ઇકબાલ’ અને ‘ડોર’ જેવી ફિલ્મોમાં ગંભીર રોલ કર્યા હતા. જોકે બાદમાં ‘ગોલમાલ ૨’ મળતાં મને કૉમેડી રોલ કરવાની તક મળી હતી. મને કૉમેડી રોલ વધુ મળવા લાગ્યા. મને કૉમેડી કરવી ગમે છે. મારા કૉમેડી રોલને કારણે મને આજે ઇન્ડસ્ટ્રીમાં સન્માનનીય સ્થાન મળ્યું છે.

આ પણ વાંચો : દીપિકા પાદુકોણને ગમે છે રણવીરનો એ ડ્રેસ, જેની ઉડી રહી છે મજાક

જોકે એક કલાકાર તરીકે દરેક પ્રકારના રોલ કરવા ખૂબ જરૂરી છે. હું એક જ ભૂમિકામાં બંધાઈ રહેવા નથી માગતો. મારા માટે હવે એ પડકારજનક છે કે હું લોકોને એ સમજાવું કે કૉમેડી સિવાય પણ હું અન્ય પાત્રો ભજવી શકું છું.’

shreyas talpade bollywood news