ભારતમાં વૃદ્ધ દેખાવા માટે અઢી કલાકનો સમય લાગતો સલમાનને: અલી અબ્બાસ ઝફર

14 May, 2019 12:20 PM IST  |  મુંબઈ

ભારતમાં વૃદ્ધ દેખાવા માટે અઢી કલાકનો સમય લાગતો સલમાનને: અલી અબ્બાસ ઝફર

સલમાન ખાન

અલી અબ્બાસ ઝફરે તાજેતરમાં જણાવ્યું હતું કે ‘ભારત’માં વૃદ્ધના ગેટ-અપ માટે સલમાન ખાનને અઢી કલાક લાગતા હતા. આ ફિલ્મ ઈદ દરમ્યાન રિલીઝ થવાની છે. ફિલ્મમાં કૅટરિના કૈફ, તબુ, જૅકી શ્રોફ, સુનીલ ગ્રોવર, નોરા ફતેહી અને દિશા પટણી પણ જોવા મળશે. આ ફિલ્મ કોરિયાની ‘ઓડ ટુ માય ફાધર’ની ઑફિશ્યલ રીમેક છે. સલમાનના મેકઅપ વિશે અલી અબ્બાસ ઝફરે કહ્યું હતું કે ‘આ ખૂબ જ અઘરું કામ હતું અને આ આખી પ્રોસેજરમાં ધૈર્ય રાખવું પણ ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો : અલી અબ્બાસ ઝફરની વેબ-સિરીઝમાં જોવા મળશે સૈફ અલી ખાન ?

સલમાનને વૃદ્ધના અવતારમાં ઢાળવા માટે લગભગ અઢી કલાકનો સમય લાગતો હતો. તેને વીસ અલગ-અલગ પ્રકારની મૂછો અને દાઢી ટ્રાય કરવાની રહેતી હતી.’

Salman Khan ali abbas zafar bollywood news