મલ્ટિ-સ્ટારર ફિલ્મમાં કામ કરવામાં કોઈ વાંધો નથી રિતેશ દેશમુખને

25 February, 2019 09:49 AM IST  | 

મલ્ટિ-સ્ટારર ફિલ્મમાં કામ કરવામાં કોઈ વાંધો નથી રિતેશ દેશમુખને

રિતેશ દેશમુખ

રિતેશે ‘હાઉસફુલ’, ‘ધમાલ’, ‘અપના સપના મની મની’ જેવી મલ્ટિ-સ્ટારર ફિલ્મોમાં કામ કર્યું છે. મલ્ટિ-સ્ટારર ફિલ્મોમાં કામ કરવામાં વાંધો છે કે નહીં એ વિશે પૂછતાં રિતેશે કહ્યું હતું કે ‘મને શું કામ વાંધો હોય? મારા માટે તો સારો રોલ અને સારી સ્ક્રિપ્ટ મહત્વ ધરાવે છે. તમે જ્યારે મલ્ટિ-સ્ટારર ફિલ્મોમાં કામ કરો છો તો તમને એ જાણ હોય છે કે તમારો રોલ શું છે. જો તમે એનાથી ખુશ હો તો તમે એમાં કામ કરો અને તમારું ૧૦૦ ટકા આપો. મલ્ટિ-સ્ટારર ફિલ્મો બનાવવી સરળ નથી. જેટલા વધારે કલાકારો હશે એટલી વધારે ડિરેક્ટર પર જવાબદારી વધી જાય છે.

આ પણ વાંચો : મારી સફળતા અને સ્ટ્રગલ મારી પોતાની છે : કરીના

કલાકારો સાથે યોગ્ય તાલમેલ બેસાડવો જરૂરી છે. ‘હાઉસફુલ’ અને ‘ધમાલ’ જેવી ફિલ્મો એક કલાકાર સાથે ન બનાવી શકાય. આવી ફિલ્મોમાં અનેક કલાકારોની જરૂર પડે છે. મલ્ટિ-સ્ટારર ફિલ્મોમાં કલાકારોની ખરી ટૅલન્ટ દેખાઈ આવે છે. કેટલાય કલાકારોની વચ્ચે જો તમે દર્શકોને આકર્ષિત કરવામાં સફળ થાઓ તો એમાં તમારી ટૅલન્ટ દેખાઈ આïવે છે.’

riteish deshmukh bollywood news