રૅપ સૉન્ગ માટે રણવીર સિંહે કોઈ પાસે ટ્રેઇનિંગ નથી લીધી

08 January, 2019 09:05 AM IST  |  | Sonil Dedhia

રૅપ સૉન્ગ માટે રણવીર સિંહે કોઈ પાસે ટ્રેઇનિંગ નથી લીધી

રણવીર સિંહ

રણવીર સિંહ ‘ગલી બૉય’માં સ્ટ્રીટ રૅપરના પાત્રમાં પૂરી રીતે ઓતપ્રોત થઈ ગયો છે. આ ફિલ્મ મુંબઈના સ્ટ્રીટ રૅપર ડિવાઇનના જીવન પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે. આ પાત્રને પર્ફે‍ક્ટ બનાવવા માટે રણવીરે ઝીણવટપૂર્વક અને અથાગ મહેનત કરી હતી. શનિવારે રણવીરે સોશ્યલ મીડિયા પર ૯૦ સેકન્ડનું ‘અસલી હિપ હૉપ’ ગીતનું ટીઝર શૅર કર્યું હતું. આ વિશે રૅપર ડિવાઇને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું સ્ટુડિયોમાં હાજરી આપતો હતો, પરંતુ રણવીર તેનું કામ પોતાની રીતે કરતો હતો. મેં તેને ટ્રેઇન નથી કર્યો.’

ડિરેક્ટર ઝોયા અખ્તરની ‘ગલી બૉય’માં રણવીરની પ્રશંસા કરતાં ડિવાઇને કહ્યું હતું કે ‘તે ખૂબ જ રિયલ દેખાઈ રહ્યો છે. અત્યાર સુધી મેં જેટલાં દૃશ્યો જોયાં છે એના આધારે હું કહી શકું છું કે રણવીરે આ પાત્રને સર્વસ્વ આપ્યું છે. આ મારા માટે ખૂબ જ પ્રોત્સાહન આપનારું છે.’

આ પણ વાંચો : મને નથી લાગતું કે હું ક્યારેય પોતાને સ્ટાર માની શકીશ: સારા અલી ખાન

‘ગલી બૉય’માં અન્ડરગ્રાઉન્ડ રૅપરની સ્ટોરીને દેખાડવામાં આવી છે. પોતાના પાત્રને રિયલ દેખાડવા માટે રણવીરે ઘણી મહેનત કરી છે. ડિવાઇનને આશા છે કે રણવીરની આ કળા લોકોને આ દિશામાં સજાગ બનાવશે. એ વિશે ડિવાઇને કહ્યું હતું કે ‘અન્ડરગ્રાઉન્ડ રૅપની શરૂઆત મુંબઈમાં થઈ હતી અને આશા છે કે આવી ફિલ્મો દ્વારા લોકોને પણ એના વિશે વધુ માહિતી મળશે. આ ફિલ્મ દ્વારા અન્ડરગ્રાઉન્ડ રૅપ મ્યુઝિકને વધુ પ્રોત્સાહન મળશે. મને ખુશી છે કે મેં એને શરૂઆતથી જોયું છે.’

ranveer singh bollywood news